Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે પ્રદેશ અનુશાસન સમિતિ જાહેર કરી:પૂર્વ મંત્રીઓ સહિત અનુભવી નેતાઓને સ્થાન અપાયું, રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મદદરૂપ બનશે

    19 hours ago

    ગુજરાત ભાજપ દ્વારા રાજ્ય અનુશાસન સમિતિની રચના જાહેર કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ આ સમિતિના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. સમિતિમાં અનુભવી નેતાઓને સ્થાન અપાયું છે, જેમાં રજનીભાઇ પટેલને સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ નેતાઓ રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મદદરૂપ બનશે સમિતિમાં સભ્ય તરીકે શબ્દસરણ બ્રહ્મભટ્ટ, રાજેશભાઈ પટેલ, દિલીપસિંહ પરમાર (પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર), પીયુષભાઈ દેસાઈ (પૂર્વ ધારાસભ્ય) અને બીનાબેન આચાર્ય (પૂર્વ પ્રદેશ મંત્રી)ને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાંથી આવતાં હોવાથી સમગ્ર રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મદદરૂપ બનશે. ભાજપ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે આ સમિતિ અસરકારક પાર્ટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનુશાસન સમિતિ સંગઠનમાં શિસ્ત જાળવવા, આંતરિક વિવાદો ઉકેલવા અને કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયગાળામાં ભાજપ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે આ સમિતિ અસરકારક સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં પ્રેમવતી રેસ્ટોરન્ટનો ઇમ્પેક્ટ પ્લાન નામંજૂર:મનપા દ્વારા ફાયર અને NHAI ના NOC વગર બાંધકામ નિયમિત કરવા માટેની દરખાસ્ત ફગાવાઇ, આ પહેલા રૂ. 13,13,000નો થયો હતો દંડ
    Next Article
    ‘તું વચ્ચે કેમ પડે છે’ કહીં 20 વર્ષીય યુવકની હત્યા:અમરોલીમાં સામાન્ય ઝઘડામાં પાણીપુરાવાળાને છોડવવા જતા યુવક પર છરાથી હુમલો, પોલીસે આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment