Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિમિંગ પૂલમાં બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો:રાજકોટના સોપાન હાઈટ્સના પૂલમાં નાહવા પડેલા બે માસૂમ બાળકોના મોત, વ્હાલસોયાને ગુમાવતા પરિવારમાં કલ્પાંત

    11 hours ago

    રાજકોટમાં સોપાન હાઈટ્સ બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કામ કરતા બંને બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળી પરિવાર માત્ર 14 દિવસથી જ અહીંયા સફાઈ કામ કરવા માટે કામ પર લાગ્યો હતો. 7 અને 5 વર્ષના માસૂમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. રમતા રમતા બંને બાળકો સ્વિમિંગ પૂલમાં ડૂબ્યા મળતી માહિતી મુજબ રૈયા ધાર વિસ્તારમાં આવેલી ડ્રિમ સિટીની સામે સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં 30 માર્ચના એક કરૂણ ઘટના સામે આવી છે. બપોરના 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા નેપાળી પરિવારના બંને બાળકો રમતા રમતા સ્વિમિંગ પૂલ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટા બાળકોના નાહવાના પૂલમાં બાળખી નાહવા માટે ઉતરી હતી, ત્યારે પૂલમાં બહેનને ડૂબતી જોઇ મોટો ભાઈ બચાવવા દોડ્યો હતો. જેથી પાણીમાં ડૂબી જવાથી બંને ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ડોક્ટરે તપાસી બંને બાળકને મૃત જાહેર કર્યા જોકે, આ અંગે જાણ થતાં જ સોપાન હાઈટ્સના રહેવાસીઓ અને બંને બાળકોના માતા-પિતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને બાળકોને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા બંને બાળકોને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા અન આ અંગે યુનિવર્સિટી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી દીપેશ કરણભાઈ ભંડારી (ઉ.વ.7) અને દેપસીકા કરણભાઈ ભંડારી (ઉ.વ.5)ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક બાળકોના માતા-પિતા અને પરિવાર મૂળ નેપાળનો રહેવાસી હોવાનું અને હાલ રાજકોટના સોપાન હાઈટ્સ ખાતે છેલ્લા 14 દિવસથી રહેવા આવી અહીંયા સફાઈ કામદાર તરીકે રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોલેરોની ટક્કરે 8 વર્ષના માસૂમનું મોત:​વિસાવદરમાં કાળમુખી બોલેરોએ બાળકને કચડ્યો; ખોપડી ફાટી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત,અકસ્માત સર્જી ચાલક વાહન સાથે નાસી છૂટ્યો.
    Next Article
    बिजनौर में 20 महिलाओं को मिली आंगनबाड़ी की नौकरी #Nabeel Akhtar News#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment