Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગેસ એજન્સીઓ તોછડાઈ ભર્યું વર્તન કરે છે':જૂનાગઢ કેટરિંગ એસોસિએશને કલેક્ટરને આદેવન પાઠવ્યું, પુરવઠા અધિકારીએ તપાસની આપી ખાતરી

    11 hours ago

    હાલમાં જ્યારે વિશ્વના બે મોટા પ્રદેશોમાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે તેની સીધી અને આડકતરી અસર છેક ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢના વેપાર-રોજગાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલતા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની માઠી અસર પેટ્રોલિયમ પેદાશો અને ગેસના પુરવઠા પર પડી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢના કેટરિંગ વ્યવસાયીઓએ ગેસ સિલિન્ડરના બુકિંગમાં પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે. આધુનિક યુગમાં યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ તે આર્થિક યુદ્ધ બનીને સામાન્ય માણસના ઘર સુધી પહોંચે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંઘર્ષ અને ઈઝરાયેલ-હમાસ વચ્ચેની તંગદિલીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં અસ્થિરતા લાવી દીધી છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરતું હોવાથી, જ્યારે પણ વૈશ્વિક સ્તરે અશાંતિ સર્જાય છે, ત્યારે સ્થાનિક સ્તરે ગેસના પુરવઠામાં કાપ અથવા ભાવવધારો ઝીંકાય છે. જૂનાગઢમાં હાલમાં જોવા મળી રહેલી ગેસની કૃત્રિમ અછત પાછળ પણ ક્યાંક આ વૈશ્વિક અસ્થિરતા જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ગેસ એજન્સીઓ સિલિન્ડર બુકિંગમાં ગલ્લાતલ્લા કરી રહી છે ​જૂનાગઢ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કામદારના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆત કરી હતી કે, હાલમાં લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સ્થાનિક ગેસ એજન્સીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું બુકિંગ લેવામાં ગલ્લાતલ્લા કરી રહી છે. બજારમાં ગેસનો પુરતો જથ્થો હોવા છતાં એજન્સીઓ સંતોષકારક જવાબ આપતી નથી અને તોછરાઈ ભર્યું વર્તન કરે છે. આના કારણે એક કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. જો સમયસર ગેસ નહીં મળે તો સામાજિક પ્રસંગોમાં ભોજન બનાવવામાં વિલંબ થશે અને કેટરિંગ સંચાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની જવાબદારી નક્કી આવેદનપત્ર સ્વીકાર્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે, કેટરિંગ એસોસિએશનની રજૂઆત ગંભીર છે. અમે ગેસ એજન્સીઓ પર દેખરેખ રાખવા માટે દરેક એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની જવાબદારી પહેલેથી જ નક્કી કરેલી છે. તેમ છતાં જો વેપારીઓને બુકિંગમાં તકલીફ પડતી હશે, તો અમે ફરીથી તપાસ કરાવીશું અને નિયમોનુસાર દરેકને સમયસર બાટલા મળી રહે તેવો પ્રયાસ કરીશું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં જ્યાં પણ અવરોધ હશે તેને સત્વરે દૂર કરવામાં આવશે. માંગ સાથેની ગૃહમંત્રી અને કેટરિંગ એસોસિએશનને નકલ રવાના જૂનાગઢ કેટરિંગ એસોસિએશને પોતાની માંગણીઓ સીધી સરકાર સુધી પહોંચાડવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનને પણ નકલ રવાના કરી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં મોંઘવારી અને પુરવઠાનું સંકટ હજુ ઘેરું બની શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્ર ગેસ એજન્સીઓ પર કડક નિયંત્રણ રાખે અને કાળાબજાર અટકાવે તે અત્યંત અનિવાર્ય છે. કેટરિંગ સંચાલકોએ આશા વ્યક્ત કરી છે કે પુરવઠા વિભાગના હકારાત્મક અભિગમથી તેમને જલ્દી ન્યાય મળશે અને સામાજિક પ્રસંગોમાં ગેસની તંગીના કારણે કોઈ વિઘ્ન નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    કાર્ડ વગર ઓપરેશનની ના પાડતા ગરીબ મહિલા રઝળ્યા:'આયુષ્માન કાર્ડ નથી તો ઓપરેશન નહીં થાય', ફ્રેક્ચર સાથે પાંચ દિવસ સુધી શાંતિબેન ધક્કા ખાતા રહ્યા, વિપક્ષના હસ્તક્ષેપ બાદ તંત્ર જાગ્યું.કાર્ડ સિસ્ટમ માનવતા પર ભારે
    Next Article
    Maoist Violence Down 82%, Deaths 90%, But Red Corridor Fight Not Yet Over

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment