Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો:આકાશમાં વાદળો છવાયા, વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી

    15 hours ago

    રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ઉનાળાની ગરમી વચ્ચે આગામી 5 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે. ત્યારે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંધી, તોફાન અને વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે. આ વાતાવરણીય બદલાવ સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન અને સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, મહિસાગર જિલ્લામાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે, જેને પગલે વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ એજન્સી ધારકોનું ગ્રાહકો સાથે તોછડાઈ વર્તન:જૂનાગઢમાં 'કોમર્શિયલ ગેસ'નું સંકટ; કેટરિંગ એસોસિએશને કલેક્ટર કચેરીએ ગજવ્યું મેદાન,ગેસ એજન્સી ધારકોના તોછડાય ભર્યા જવાબો, પુરવઠા અધિકારીએ તપાસની આપી ખાતરી.
    Next Article
    PM Modi Gujarat Visit | PM મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment