Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદી કાસમાં પડેલ ગાયનું રેસ્ક્યુ:કારેલીબાગમાં સ્કૂલ પાછળ વરસાદી ચેમ્બરના ઢાંકણા ખુલ્લા, બાળક કે કોઈ નાગરિક પડે તો જવાબદાર કોણ?

    13 hours ago

    વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કોલ મળ્યો હતો કે એક ગાય વરસાદી ચેમ્બરમાં પડી છે. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોચી ભારે જહેમત ગાયને જીવતી બહાર કાઢી હતી. વરસાદી કાંસમાં ગાય પડતા ફાયરે રેસક્યુ કર્યું કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્કૂલની પાછળના ભાગે આવેલ વરસાદી કાંસ (ગટર ચેમ્બર)માં ગાય પડી જવાની ઘટના બની હતી. આ અંગેનો કોલ બદામડી બાગ ફાયર બ્રિગેડની ટીમને મળતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ગાયનું રેસ્ક્યુ કર્યું હતું. 'ત્યાંના તમામ ગટર ચેમ્બર ખુલ્લા પડેલા હતા' આ અંગે બદામડીબાગ ફાયર ટીમના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે શહેરના કારેલીબાગમાં આવેલ ખાનગી પાસે પાછળના વિસ્તારમાં નાગેશ્વર મંદિરની પાછળ એક નાના ચેમ્બરમાં ગાય પડી ગઈ હતી. ત્યાંના તમામ ગટર ચેમ્બર ખુલ્લા પડેલા હતા. અમારી ટીમે તાત્કાલિક પહોંચીને ગાયને વ્યવસ્થિત રીતે બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે મૂકી દીધી હતી. કોઈ નાગરિક પડે તો જવાબદાર કોણ? ફાયર ઓફિસરે વધુમાં કહ્યું, આ વિસ્તારમાં બધા જ ચેમ્બર ખુલ્લા છે. પાસે જ ખાનગી સ્કૂલ આવેલી છે અને બાળકોનું રમતગમતનું ગ્રાઉન્ડ પણ છે. કોઈ પણ સમયે બાળક અહીં રમતાં રમતાં અંદર પડી શકે છે. તેથી આ ભારે જે તે વિભાગને જાણ કરી વહેલી તકે આ તમામ ખુલ્લા ચેમ્બરના ઢાંકણા લગાવી દેવામાં આવે, જેથી કોઈ અકસ્માત ન બને.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ આવી મેદાનમાં:ભાવનગરમાં ભાજપના 31 વર્ષના શાસન સામે 'ભાજપાપ' ચાર્જશીટ જાહેર
    Next Article
    Superfast Samachar | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today Superfast News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment