Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયરાજસિંહ ઝાલાને ડોક્ટરેટની પદવી એનાયત:સામાજિક સેવાઓ બદલ કર્મણીય ફાઉન્ડેશન દ્વારા સન્માન

    13 hours ago

    સુરેન્દ્રનગરના વિજયરાજસિંહ દિલુભા ઝાલાને તેમની 24 વર્ષની સામાજિક અને ધાર્મિક સેવાઓ બદલ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાત સરકારના કર્મણીય ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આ સન્માન અપાયું હતું. આ પદવી નામદાર કોર્ટના જજ પ્રજ્ઞાબેન પ્રજાપતિ અને ફિલ્મ કલાકાર ભાવિનીબેન જાનીના હસ્તે વિજયરાજસિંહ ઝાલાને મોમેન્ટો અને પ્રમાણપત્ર અર્પણ કરીને એનાયત કરાઈ હતી. આ સન્માન ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે. શ્રી હર શક્તિ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો દ્વારા વી.ડી. ઝાલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી ડોક્ટરેટ પદવી માટે કુલ 7 ઉમેદવારોમાંથી 4ની પસંદગી થઈ હતી, જેમાં વિજયરાજસિંહ ઝાલાની બીજા ક્રમાંકે પસંદગી થઈ હતી. મૂળ લીંબડી તાલુકાના મોટા ટિંબલા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગરમાં દાળમીલ રોડ પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા વિજયરાજસિંહ ઝાલાની આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Nitish Kumar Resigned LIVE : नीतीश कुमार ने MLC पद से दिया इस्तीफा | Nitish Kumar | Bihar News
    Next Article
    તાપીમાં ₹1600 કરોડથી વધુની 2 સિંચાઈ યોજનાઓ:મુખ્યમંત્રીએ ઉકાઈ આધારિત ઉદ્વવહન અને બોરીસવરનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment