Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાવડીયા તળાવનું થશે કાયાકલ્પ:મનપાએ ‘લેક ડેવલોપમેન્ટ' માટે પ્રોજેક્ટ હાથ ધર્યો; પર્યાવરણ અને પર્યટનનો સમન્વય સર્જાશે

    9 hours ago

    મહેસાણા શહેરની સુંદરતામાં વધારો અને નાગરિકોને મનોરંજનનું નવું સરનામું આપવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. જેમાં લાખોના ખર્ચે શહેરના ઐતિહાસિક તાવડીયા તળાવને પુનર્જીવિત કરી તેને અત્યાધુનિક 'લેક ફ્રન્ટ' તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવના કિનારાઓને મજબૂત બનાવી પાણીનું સ્તર જાળવવા અને આસપાસની જમીનનું ધોવાણ અટકાવવા પ્રયાસ કરાશે. તો પ્રવાસીઓ અને મોર્નિંગ વોકર્સ માટે તળાવની ચારેતરફ એક સળંગ અને સુવિધાયુક્ત વોકિંગ પાથ-વે તૈયાર કરવામાં આવશે. યોગા ડેક, ચિલ્ડ્રન પ્લેએરિયા સહિતની સુવિધા ઊભી કરાશે તાવડીયા તળાવના કિનારે લોકો શાંતિથી બેસી શકે તે માટે ખાસ સિટિંગ ઝોન, હરિયાળા લોન અને છાંયડાવાળા આરામ સ્થાનો બનાવવામાં આવશે. આ ઉપરાંત લેન્ડસ્કેપિંગ દ્વારા સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવામાં આવશે. તળાવ કાંઠે સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે તળાવના શાંત વાતાવરણમાં યોગા ડેક, બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પ્લેએરિયા, પર્યાવરણની જાળવણી માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી નાનું જંગલ, મુલાકાતીઓ માટે શૌચાલય અને વાહનો માટે વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા પણ ઊભી કરાશે. મહેસાણા કોર્પોરેશનના આ પ્રોજેક્ટથી સ્થાનિક પ્રવાસનને વેગ મળશે તો શહેરના મધ્યમાં કુદરતી વાતાવરણનો આનંદ માણવા માટે એક શ્રેષ્ઠ સ્થળઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘આઇડિયાથોન-વિકસિત ભારત 2047’ સંપન્ન:વિદ્યાર્થીઓએ ટેકનોલોજીથી સામાજિક સમસ્યાઓના ઉકેલો રજૂ કર્યા
    Next Article
    Secret Pay Hike For Bengaluru, Hyderabad, Pune, Ahmedabad Salaried Class?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment