Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવામાં રિક્ષામાં બેસવા બાબતે બે શખ્સે યુવકની હત્યા કરી:રિક્ષાના પાઇપ સાથે અથડાવીને જોરદાર લાફો મારતા ઢળી પડ્યો'તો, બેભાન હાલતમાં સારવારમાં ખસેડાતા મોત

    1 day ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર સામાન્ય બાબતમાં હત્યાની ઘટના બની છે. રિક્ષા બેસવાની બાબતે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. બે વ્યકિતઓએ યુવકને રિક્ષાની પાઈપ અથડાવ્યો હતો અને બાદમાં જોરથી લાફો માર્યો હતો. જેથી યુવક બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિક્ષામાં બેસવા બાબતે બબાલ થઈ હતી મળતી માહિતી અનુસાર, શહેરના વટવા વિસ્તારમાં જેતુલ શેખ તેના પતિ સુલેમાન સાથે રહે છે અને ઘરકામ કરે છે. સુલેમાન કચરો વીણવાનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. 29 માર્ચના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ સુલેમાન તેના મિત્રો સાથે કામ પર ગયો હતો. વટવા ગામ શાક માર્કેટ નજીક સુલેમાન તેના મિત્રો તારીખ અને અન્ય લોકો સાથે ઉભો હતો. ત્યારે ક્રિષ્ના ખરે નામના વ્યક્તિ સાથે રિક્ષામાં બેસવા બાબતે બબાલ થઈ હતી. બબાલ એટલી ઉગ્ર બની કે ક્રિષ્નાએ સુલેમાન સાથે મારઝુડ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં ક્રિષ્નાની સાસરીમાં આવેલો અરુણ ચુનારા નામનો શખ્સ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. રિક્ષાના પાઇપ સાથે અથડાવીને જોરદાર લાફો મારતા ઢળી પડ્યો'તો ક્રિષ્નાએ સુલેમાનનું ગળું પકડી રાખ્યું હતું અને બાદમાં રિક્ષાના પાઇપ સાથે તેને અથડાવ્યો હતો. બંને ઝઘડી રહ્યા હતા ત્યારે તેમને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેઓ સમજી રહ્યા નહોતા જેથી અરુણ દ્વારા પણ બંનેને સમજાવી રહ્યા હતા ત્યારે અરુણે સુલેમાનને એક જોરથી લાફો મારી દીધો હતો. જેથી બેભાન થઈ ગયો હતો. તેના મિત્રોએ સુલેમાનની પત્નીને જાણ કરતા તે પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરોએ મોત જાહેર કર્યો સુલેમાનને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ સુલેમાનને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને સુલેમાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ- બરનાલામાં જેકથી ઉંચી કરાઈ રહેલી બિલ્ડિંગ ધરાશાયી:અંદર સૂઈ રહેલા 3 લોકો કાટમાળ નીચે દટાઈ જવાથી મોત; VIDEO સામે આવ્યો
    Next Article
    વૃદ્ધને 20 ફૂટ ઢસડી કાર ડિવાઈડર પર ચડી ગઈ, CCTV:વડોદરામાં રિવર્સ લેતી વખતે કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, જાહેર માર્ગ પર અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment