Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનમાં સુરત કોર્પોરેશનના પટાવાળાનું મોત:એવેન્જર બાઈકચાલકે ટક્કર મારતા ઉછળી રોડ પર પટકાયો, પુત્રને લોહીલુહાણ જોઈ માતાનું હૈયાફાટ રુદન

    4 days ago

    સુરતના ડીંડોલી વિસ્તારમાં 29 માર્ચની મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા એવેન્જર બાઇકચાલકે સુરત કોર્પોરેશનના પટાવાળાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માત સર્જ્યા બાદ એવેન્જર બાઇકનો ચાલક પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રાત્રે ઘરે પરત ફરતી વખતે કાળ આંબી ગયો મળતી માહિતી મુજબ, મૃતક યુવાનની ઓળખ 32 વર્ષીય શુભમ બિહડે તરીકે થઈ છે. શુભમ સુરત મહાનગરપાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતો હતો. રવિવારે મોડીરાત્રે જ્યારે તે કોઈ કામ પતાવીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ડીંડોલી વિસ્તારમાં આ અકસ્માત નડ્યો હતો. શુભમ ડીંડોલીના ખરવાસા રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો હતો. તે પોતાના પરિવારનો આધારસ્તંભ હતો, જેના અકાળે અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સામેથી આવતી એવેન્જરે મારી જોરદાર ટક્કર પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શુભમ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે એક એવેન્જર બાઇક આવી રહી હતી. બાઇકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા શુભમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે શુભમ હવામાં ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માત બાદ બાઇકચાલક માનવતા નેવે મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ફરાર એવેન્જર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ અત્યારે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહી છે, જેથી અજાણ્યા વાહનચાલકનો નંબર મેળવી શકાય અને તેની ધરપકડ કરી શકાય. મનપાના એક યુવાન કર્મચારીના મોતના સમાચારથી તેના સાથી કર્મચારીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    માતાએ બંને દીકરીની સરનેમ બદલતા પિતાની ફરિયાદ:કહ્યું-મારી પત્નીએ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથેના અનૈતિક સંબંધોના લીધે દૂધસાગર ડેરીમાં બોનસ કૌભાંડ કર્યું'તું'
    Next Article
    Stock Market Live Updates: Sensex Slides 800 Points As Crude Oil Surges Amid Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment