Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ સિટી કે સ્મોક સિટી?:સ્વચ્છતાના શિખરે બિરાજતા સુરતના ડભોલીમાં કચરાના નિકાલને બદલે રોજ સળગાવી દેવામાં આવે છે

    15 hours ago

    દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં વર્ષોથી પ્રથમ ક્રમે રહેતું સુરત શહેર આજે વૈશ્વિક ફલક પર મોડેલ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ આ ચળકતી સપાટીની પાછળ ડભોલી જેવા વિસ્તારોમાં જે વાસ્તવિકતા છુપાયેલી છે, તે સુરત મહાનગરપાલિકાના દાવાઓની પોલ ખોલી રહી છે. ડભોલી ગામમાં કચરો ઉઠાવવાની ગાડી આવવાને બદલે કચરાને જાહેરમાં સળગાવી દેવામાં આવે છે. રોજના ધુમાડાથી આસપાસની સોસાયટીના લોકો પરેશાન રાત્રે ડભોલી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રહીશો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ચારેબાજુ ધુમાડાના કાળા અને ઘટ્ટ ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રથમ નજરે જોતા એવું જ લાગે કે કોઈ મોટી દુર્ઘટના ઘટી છે અથવા કોઈ ભીષણ આગ લાગી છે. પવનની ગતિ થોડી વધારે હોવાને કારણે આ ધુમાડો આસપાસની સોસાયટીઓ અને રસ્તાઓ પર ફરી વળ્યો હતો, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. પરંતુ જ્યારે નજીક જઈને તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ મહાનગરપાલિકાની નિષ્ફળતા અને સફાઈ કામદારોની બેદરકારીનું પરિણામ છે. ‘તમે જે ધુમાડો જોઈને આવ્યા છો, એ અમે રોજ જોઈએ છીએ’ આસપાસની સોસાયટીમાં રહેતા નાગરિકોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ સમસ્યા નવી નથી. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, તમે આજે ધુમાડો જોઈને આવ્યા છો, પણ અમારે તો દરરોજ આ જ સ્થિતિમાં જીવવાનું છે. કચરો લેવા માટે ડોર-ટુ-ડોર ગાડીઓ નિયમિત આવતી નથી. જે કચરો એકઠો થાય છે, તેને ગાડીમાં ભરીને ડમ્પિંગ સાઈટ સુધી લઈ જવાની તસ્દી લેવાને બદલે, અહીં જ સળગાવી દેવામાં આવે છે. આજે પવન વધારે હતો એટલે ધુમાડો વધુ દેખાયો, બાકી રોજ તો આનાથી પણ ભયાનક સ્થિતિ હોય છે. અહીંયા કોઈક દરરોજ કચરો બાળી નાખે છેઃ રાહુલ સ્થાનિક રાહુલ સુનિલભાઈ અંબોરે જણાવ્યું હતું કે, આ જહાંગીરપુરા પાસેનો ડબલ્યુ એન વિસ્તાર છે. તમે ડાયરેક્ટ બી.આર.ટી.એસના રૂટ પર આવશો એટલે તમને સામે જ આ શેરી દેખાશે. અહીંયા દરરોજ લોકો કંઈક ને કંઈક કચરો નાખે છે. બહુ બધી થેલી પણ પડી છે જે વર્કિંગમાં કામ આવે છે. અહીંયા પડેલો કચરો દરરોજનું કોઈકને કોઈક બાળી નાખે છે. હવે એ કોણ બાળે છે તેની અમને ખબર નથી, પણ એનાથી બહુ પોલ્યુશન થાય છે. અહીંયા એક પ્રકારની બહુ ખરાબ સ્મેલ આવે છે. પાલિકા પણ કઈ ધ્યાન આપતી નથીઃ સાગર સ્થાનિક સાગર સરકાટે જણાવ્યું હતું કે, આ ડભોલી જહાંગીરપુરા બ્રિજ પાસેનો વિસ્તાર છે. અહીંયા પાછળની સાઈડ શેરી છે, ત્યા પબ્લિક કચરો નાખે છે અને ત્યાં કોઈ તેને સળગાવી દે છે અને પ્રદૂષણ વધારે થાય છે. લોકો કઈ સમજતા નથી અને રોજ કચરો સળગાવી દે છે. પાલિકા પણ કઈ ધ્યાન આપતી નથી. ડભોલી જેવા વિસ્તારોમાં ગ્રાઉન્ડ રિયાલિટી સાવ અલગ સુરત મહાનગરપાલિકા અત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2026માં ફરીથી ટોચનું સ્થાન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર રોબોટિક સ્વીપિંગ મશીનો ફરે છે, દીવાલો પર પેઈન્ટિંગ્સ કરવામાં આવે છે અને મોટા હોર્ડિંગ્સ દ્વારા સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે. પરંતુ શહેરના ડભોલી જેવા વિસ્તારોમાં ગ્રાઉન્ડ રિયાલિટી સાવ અલગ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ કચરો સળગાવવો ગુનો જ્યારે સુરતને ગાર્બેજ ફ્રી સિટી તરીકે 7-સ્ટાર રેટિંગ મળતું હોય, ત્યારે જાહેરમાં કચરો સળગાવવાની આ ઘટના તંત્રની વ્યવસ્થા સામે મોટા સવાલ ઉભા કરે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ કચરો સળગાવવો એ ગુનો છે અને તેના માટે ભારે દંડની જોગવાઈ છે. જો સામાન્ય નાગરિક કચરો સળગાવે તો તંત્ર તુરંત દંડ વસૂલે છે, પરંતુ જ્યારે તંત્રની રહેમનજર હેઠળ જ આવું થતું હોય ત્યારે જવાબદાર કોણ?
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 1000 અંકનો ઘટાડો:72,550 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 300 અંક તૂટ્યો; ઓટો અને બેન્કિંગ શેર્સમાં વેચવાલી
    Next Article
    Iran Israel War LIVE | ઈરાને ઈઝરાયલ ઉપર કર્યો ભયાનક મિસાઈલ હુમલો | US | Trump | Missile Attack| N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment