Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના વારસિયામાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું:સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં એકતા પર ભાર

    10 hours ago

    વડોદરાના વારસિયા વિસ્તારમાં હિંદુ સંમેલન સમિતિ દ્વારા એક વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાયેલા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને હિંદુ સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હતો. હરિસેવા સ્કૂલ નજીકના પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.સંમેલન દરમિયાન વક્તાઓએ રાષ્ટ્રભક્તિ, સામાજિક એકતા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દેશના વિકાસમાં હિંદુ સમાજની ભૂમિકા, સંસ્કારમૂલ્ય જીવનશૈલી અને સંસ્કૃતિની જાળવણી જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત, સ્વદેશી ભાવના, પર્યાવરણ સંરક્ષણ અને પરિવાર પ્રબળતા જેવા વિષયોને પણ વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા. હિંદુ જાગૃતિ, સમાજમાં એકતા અને સંગઠન શક્તિને મજબૂત બનાવવાના હેતુથી આ સંમેલન યોજાયું હતું, જેમાં ઉપસ્થિત શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સંમેલનમાં જીતુ હિરાણી એન્ડ ટીમ દ્વારા બાળકોની એક વિશેષ રજૂઆત પણ રાખવામાં આવી હતી. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીના બાળકોમાં હિંદુત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેમને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો સાથે જોડવાનો હતો.બાળકોએ સંસ્કૃત અને હિંદુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તથા તેને આગામી પેઢી સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ મંત્રો કંઠસ્થ કર્યા હતા. "સીના લાલવાણી ગ્રુપ"ના બાળકોએ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે આ મંત્રોની સુંદર અને પ્રેરણાદાયક પ્રસ્તુતિ આપી, જે સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ હતી.આ પ્રસંગે ઈસ્કોન મંદિર, વડોદરાના કિશોર ચૈતન્યદાસજીના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. પ્રેમપ્રકાશ મુકેશસાંઈએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અને હિંદુ સમાજમાં એકતા જાળવવાના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા ધર્મેશભાઈ મહેતાએ સમાજમાં હિંદુ સંસ્કૃતિ, કર્તવ્ય ને સંસ્કારો જાળવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માતાએ બંને દીકરીની સરનેમ બદલતા પિતાએ ફરિયાદ કરી:ગંભીર આક્ષેપ સાથે કહ્યું- મારી પત્નીએ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથેના અનૈતિક સંબંધોના લીધે દૂધસાગર ડેરીમાં બોનસ કૌભાંડ કર્યું હતું'
    Next Article
    Rajkot Political News | રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસની જનસભા યોજાઈ| Congress News |Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment