Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્પિત બાલા કોન્સર્ટમાં ચાહક પર થૂંક્યો:પ્રેક્ષકે સ્ટેજ પર બોટલ ફેંકતા સિંગરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો; હોબાળાનો વીડિયો વાઇરલ

    16 hours ago

    સિંગર અને રેપર અર્પિત બાલાએ હૈદરાબાદમાં એક લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન એક પ્રેક્ષક પર થૂંક્યું હતું. કોન્સર્ટ દરમિયાન એક ફેને સ્ટેજ પર બોટલ ફેંકી દીધી, જેનાથી અર્પિત એટલો નારાજ થયો કે તેણે તે વ્યક્તિ તરફ થૂંક્યું અને તેને તરત જ સ્થળ પરથી બહાર કઢાવી દીધો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અર્પિતે પ્રેક્ષક પર બોટલ ફેંકી 28 માર્ચની રાત્રે થયો વિવાદ આ ઘટના 28 માર્ચે હૈદરાબાદના 'કિંગડમ ક્લબ એન્ડ કિચન'માં બની હતી. અર્પિત સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યો હતો અને મોટી ભીડ હાજર હતી. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પરફોર્મન્સ દરમિયાન અચાનક પ્રેક્ષકોની વચ્ચેથી કોઈએ સ્ટેજ તરફ બોટલ ફેંકી. બોટલ જોતા જ અર્પિતે પોતાનું ગીત અધવચ્ચે જ રોકી દીધું અને ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. ફેન તરફ થૂંક્યો અને ચેતવણી આપી બોટલ ફેંકનારની ઓળખ થયા પછી, અર્પિતે ગુસ્સામાં પ્રતિક્રિયા આપતા તે વ્યક્તિ તરફ થૂંક્યું. તેણે સુરક્ષાકર્મીઓને નિર્દેશ આપ્યો કે, તે વ્યક્તિને તરત જ ક્લબમાંથી બહાર કાઢવામાં આવે. અર્પિતે બોટલ ઉઠાવીને પાછી તેની તરફ ફેંકી અને માઈક પર કહ્યું, 'અહીં જો... શું થયું? ડર લાગ્યો ને. આ તારી બહેનના લગ્નમાં કરિયાવરમાં આપી દેજે.' પોતાનું પરફોર્મન્સ ફરી શરૂ કરતા પહેલા તેણે દર્શકોને ચેતવણી આપી કે, આવી હરકતો ફરીથી સહન કરવામાં આવશે નહીં. કોણ છે અર્પિત બાલા? અર્પિત બાલા એક ભારતીય રેપર અને કન્ટેન્ટ ક્રિએટર છે. વર્ષ 2025માં તેનું ગીત 'બરગદ' સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેનાથી તેને રાતોરાત મોટી ઓળખ મળી હતી. તે ‘ફૂસી ગેંગ’ ગ્રુપનો કો-ફાઉન્ડર પણ છે. અર્પિત પોતાની ડિજિટલ કોમેડી અને દેશી હિપ-હોપને જોડવાની અનોખી સ્ટાઈલ માટે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.
    Click here to Read More
    Previous Article
    IIM Ahmedabad awards 629 degrees to students at its 61st Convocation
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઇરાને ઇઝરાયલનો કેમિકલ પ્લાન્ટ ફૂંકી માર્યો, ટ્રમ્પ વિરુદ્ધ 80 લાખ લોકો રસ્તાઓ પર, 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment