Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર વિદ્યા, જાદુ-ટોણાનું ગામ, અહીં દરેક ઘરમાં તાંત્રિક:નરબલિના દાવા, ચૂંટણીમાં કાળો જાદુ કરાવવા આવી રહ્યા છે નેતાઓ

    9 hours ago

    ધોમધખતા તડકામાં રસ્તાના કિનારે એક મહિલા ખુરશી પર બેભાન જેવી બેઠી છે. એક વ્યક્તિ તેના માથા પર લાકડાનો સુપડો (સૂપ) રાખીને કંઈક ગણગણી રહ્યો છે. સુપડામાં પાણી નાખે છે. પછી એ જ પાણી માટીના વાસણમાં મહિલાને આપી દે છે. ગુવાહાટીની રહેવાસી આ મહિલા કેટલાક દિવસોથી બીમાર છે. મંત્ર ભણનાર વ્યક્તિ તાંત્રિક છે, જે કાળા જાદુથી તેની સારવાર કરી રહ્યો છે. મહિલાની સાથે આવેલો છોકરો તેને સહારો આપીને ઉઠાડે છે અને બંને ચાલ્યા જાય છે. આ જગ્યા છે આસામનું માયોંગ ગામ. આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતા માયોંગ ગામને કાળા જાદુની રાજધાની કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ગામના લોકો સદીઓથી જાદુ-ટોણા અને તંત્ર વિદ્યામાં માહિર છે. દાવો કરે છે કે તેમના મંત્ર એટલા શક્તિશાળી છે કે માણસને હવામાં ગાયબ કરી દે અથવા તેને જાનવર બનાવી દે. એક કિસ્સો એવો પણ છે કે દિલ્હીના સુલતાન તુગલકની સેનાના એક લાખ સૈનિકો અહીંના જંગલમાં ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આસામમાં 9 એપ્રિલે ચૂંટણી, જાદુ-ટોણા કરાવવા આવવા લાગ્યા નેતાઓ માયોંગ ગામ ગુવાહાટીથી આશરે 50 કિમી દૂર બ્રહ્મપુત્ર નદીના કિનારે વસેલું છે. પાસે જ પોબિતોરા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, જે એક શિંગડાવાળા ગેંડાઓ માટે પ્રખ્યાત છે. અમે 27 માર્ચે માયોંગ પહોંચ્યા હતા. આસામમાં 9 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. તેથી નેતાઓ અને મંત્રીઓ પણ જીતવા માટે જાદુ-ટોણા કરાવવા માયોંગ આવવા લાગ્યા છે. જોકે ગામમાં ક્યાંય નેતાઓના બેનર-પોસ્ટર નથી. બસ કેટલાક ઘરો પર BJPના ઝંડા લાગેલા છે. આ ગામ જાગીરોડ વિધાનસભા બેઠકમાં આવે છે. BJPના પીજૂષ હજારિકા ધારાસભ્ય છે. તેઓ હિમંત સરકારમાં કેબિનેટ મંત્રી છે અને તેમના નજીકના માનવામાં આવે છે. પીજૂષ સતત ત્રીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના બુબુલ દાસ સાથે છે. તાંત્રિકનો દાવો- ધારાસભ્ય જીત માટે ટોટકા કરાવીને ગયા ગામના લોકો દાવો કરે છે કે નેતાઓ અહીં વોટ માંગવા નહીં, જાદુ-ટોણા કરાવવા આવે છે. ગામના તાંત્રિકો કેમેરા પર નેતાઓના નામ નથી જણાવતા. કેમેરા બંધ થવા પર એક વ્યક્તિ દાવો કરે છે કે ધારાસભ્ય પીજૂષ હજારિકા અવારનવાર અહીં આવે છે. 10 દિવસ પહેલા પણ પરિવાર સાથે આવ્યા હતા. તેઓ જીત માટે તંત્ર કરાવીને ગયા છે. અમે પૂછ્યું- પૂજા માટે કેટલા પૈસા આપે છે? જવાબ મળ્યો- અમે પૈસા નથી માંગતા. પૂજા કરાવનાર ઈચ્છા મુજબ જે આપી દે તે. ધારાસભ્ય પાસેથી પૈસા નથી લેતા. દરેક ઘરમાં તાંત્રિક, અહીં આવનાર દરેક વ્યક્તિનો રેકોર્ડ ગામની અંદર લાઈનબદ્ધ કેટલીક દુકાનો બનેલી છે. તેમાંથી એકમાં વિપુલ મેધીની હાર્ડવેરની દુકાન છે. વિપુલ ગામના સૌથી મોટા તાંત્રિક પરિવારમાંથી છે. આ પરિવાર પેઢીઓથી તંત્ર સાધના કરતો આવ્યો છે. 45 વર્ષના વિપુલને તેમના પિતાએ આ વિદ્યા શીખવી હતી. વિપુલ જણાવે છે કે ગામના દરેક ઘરમાં એક તાંત્રિક જરૂર છે. અહીં લોકો બીમારી, કોઈ માનસિક સમસ્યા જેવી મુશ્કેલીઓ લઈને આવે છે. કેટલાક તો દુશ્મનને મરાવવાનું કામ પણ લાવે છે, પરંતુ અમે ખોટા કામ માટે ઈનકાર કરી દઈએ છીએ. પૂજા પહેલા જ પૂછી લઈએ છીએ કે તેમની મંશા શું છે. મેં એક ડાયરી બનાવી છે, જેમાં તંત્ર સાધના માટે આવનારા લોકોના નામ લખું છું, જેથી જો કોઈ ખોટા કામ માટે આવે, તો અમને આગળ પણ ખબર રહે.’ તમારી પાસે કોઈ નેતા આવે છે? વિપુલ મેધી જણાવે છે, નેતા, મોટા લોકો, બધા આવે છે. બધાની પોતાની અલગ-અલગ સમસ્યા હોય છે. કોઈ કોઈને હરાવવા માટે આવે છે, તો અમે ભગાડી દઈએ છીએ. ‘મોહમ્મદ શાહની સેના ગાયબ, ઔરંગઝેબનો સેનાપતિ ભાગ્યો’ વિપુલની ચેમ્બરની બહાર ગામના લોકો બેઠા હતા. કેમેરા પર ના બોલ્યા, પરંતુ જૂના કિસ્સાઓ સંભળાવવા લાગ્યા. એક વૃદ્ધ બોલ્યા કે દિલ્હી સલ્તનતના મુહમ્મદ શાહે 1337માં અહીં ચઢાઈ કરી હતી. એક લાખ અશ્વસવાર લઈને આવ્યા હતા. માયોંગના જંગલોમાં આખી સેના ગાયબ થઈ ગઈ હતી.’ ‘મુગલ બાદશાહ ઔરંગઝેબ વતી જયપુરના રાજા રામ સિંહે પણ હુમલો કર્યો હતો. તેણે માયોંગ વિશે સાંભળ્યું હતું. ત્યારે માયોંગના જાદુની ચર્ચા દેશભરમાં ફેલાયેલી હતી. હારવાની નોબત આવી તો રામ સિંહને પણ સંધિ કરીને પરત ફરવું પડ્યું. ગામમાં એકવાર ખોદકામ કરવામાં આવ્યું, તો જૂની તલવારો અને મંત્ર લખેલી તાંબાની પ્લેટ મળી હતી. આ વસ્તુઓ ગામના મ્યુઝિયમમાં રાખેલી છે.’ માણસોની બલિનો ઈતિહાસ, સ્મશાનમાં સાધના કરતા તાંત્રિકો ગામથી આશરે એક કિમી દૂર જંગલમાં મંદિર બનેલું છે. ગામના લોકો જણાવે છે કે અહીં 18મી સદી સુધી તંત્ર સાધના માટે માણસોની બલિ આપવામાં આવતી હતી. અંગ્રેજોએ આના પર પ્રતિબંધ મૂક્યો હતો. કાચા રસ્તેથી થઈને અમે મંદિર સુધી પહોંચ્યા. અહીં એક મોટી શિલા છે. આ જગ્યા પહાડોથી ઘેરાયેલી છે. અહીં એક કુંડ છે, જેમાંથી ગામના લોકો પીવાનું પાણી લઈ જાય છે. અહીંથી અમે પાછા ગામ પહોંચ્યા અને જંતૂ મંડલને મળ્યા. તેઓ ગામના સૌથી વૃદ્ધ તાંત્રિક છે. ઉંમર 100 વર્ષ જણાવે છે. 14 વર્ષના હતા, ત્યારથી જ તંત્ર સાધના કરી રહ્યા છે. આ કામથી ઘર નથી ચાલી શકતું, તેથી પરિવારના બાકીના લોકો ખેતી કરે છે. જંતૂ અમાસ અને પૂનમની રાત્રે સાધના માટે સ્મશાન જાય છે. તેઓ જણાવે છે, ‘હું ફક્ત બીમાર લોકોની સારવાર કરું છું.’ શું કોઈ ખોટા ઈરાદાથી પૂજા કરાવવા આવે છે? જંતૂ કહે છે, ‘હા, લોકો આવે તો છે, પરંતુ હું તેમનું કામ નથી કરતો. કહી દઉં છું કે મને આ બધું નથી આવડતું.’ નેતાઓ પણ આવે છે? જંતૂ દાવો કરે છે કે એકવાર દિલ્હીથી એક નેતા આવ્યો હતો. બોલ્યો કે તેને મંત્રી બનવું છે. મેં સાફ કહી દીધું કે એવો ઉપાય અમારી પાસે નથી. આસામના પણ કેટલાક લોકો આવ્યા છે, પરંતુ અમે જીત-હાર માટે ઉપાય નથી જણાવતા. તંત્ર શીખનારાઓમાં કાશીથી કાશ્મીર સુધીના લોકો, 25 વર્ષનો ફકન પણ ગામના મંદિરમાં 25 વર્ષનો ફકન બોરો મળ્યો. માયોંગનો રહેવાસી છે. સ્કૂલે જતો હતો, પરંતુ અભ્યાસ વચ્ચેથી છોડી દીધો. 3 મહિના પહેલા સાધના શરૂ કરી છે. તેઓ કહે છે કે નવી પેઢી આ વિદ્યાથી દૂર જઈ રહી છે. લોકો નોકરી અને બીજા કામોમાં લાગી રહ્યા છે. મને ઈશ્વરની મહિમા અહીં ખેંચી લાવી. ફકન આગળ જણાવે છે, ‘અહીં અનેક પ્રકારની તાંત્રિક પરંપરાઓ છે. અમાસ પર તાંત્રિક શરીરમાં છેદ કરીને કે આગ સાથે પૂજા કરે છે. આ બધું મંત્ર વગર નથી થતું, બાકી જીવ જઈ શકે છે.’ ફકન દાવો કરે છે કે ગામમાં કાશીથી કાશ્મીર સુધીના લોકો આવે છે. કોઈ તંત્ર વિદ્યા શીખવા, કોઈ વશીકરણ, કોઈ મારણ, એટલે કે બીજાને મારવાની વિદ્યા શીખવા આવે છે. જોકે, સરકારે આના પર પ્રતિબંધ મૂક્યો છે.’ માયોંગમાં કેવી રીતે શરૂ થયું જાદુ-ટોણા, મહાભારત સાથે કનેક્શન માયોંગ પહેલા નાનું રાજ્ય હતું. તેના છેલ્લા રાજા બરુઆ કે દેકા પરિવારમાંથી હતા. હાલમાં કોઈ રાજા નથી. સાંસ્કૃતિક રીતે એક વ્યક્તિને રાજાની ઉપાધિ આપવામાં આવે છે. અત્યારે આ ઉપાધિ મયૂરભંજ નારાયણ પાસે છે. તેઓ મ્યુઝિયમની બહાર બેઠેલા મળ્યા. સાધારણ વેશભૂષા અને રહેણીકહેણી. અમે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ તૈયાર ન થયા અને ઉઠીને ચાલ્યા ગયા. માયોંગનું મ્યુઝિયમ 2002માં બન્યું હતું. તેમાં તંત્ર-મંત્રના પુસ્તકો, હથિયારો અને જૂની વસ્તુઓ રાખેલી છે. ગામના ડો. ઉપ્પલ નાથ મ્યુઝિયમના ફાઉન્ડર છે. તેઓ જણાવે છે, ‘લોકકથાઓ મુજબ, માયોંગનો સંબંધ ભીમ અને હિડિમ્બાના પુત્ર ઘટ્ટોત્કચ સાથે છે. ઘટ્ટોત્કચ અને તેના વંશજો તંત્ર શક્તિઓમાં નિપુણ હતા અને અહીં જ રહેતા હતા.’ ‘એક માન્યતા એવી પણ છે કે માયોંગ શબ્દ ‘માયા’ પરથી બન્યો છે, એટલે કે આ ભ્રમ અને જાદુની ભૂમિ છે. માયોંગનો સંબંધ કામાખ્યા મંદિર સાથે પણ છે, જે તંત્ર સાધનાનું મોટું કેન્દ્ર છે. કામાખ્યા મુખ્ય કેન્દ્ર અને માયોંગ તેના સબ-સેન્ટર જેવું હતું.’ માયોંગની મહિલાઓ બોલી- સમય બદલાઈ રહ્યો છે, બાળકો માટે કામ જોઈએ 56 વર્ષની નિરૂપમા દેવી કહે છે કે માયોંગમાં વસ્તુઓ બદલાઈ રહી છે. ગામના છોકરાઓ બહાર જઈને નોકરી કરી રહ્યા છે. નવી પેઢી અભ્યાસ અને ટેકનિક તરફ જઈ રહી છે. અહીં કમ્પ્યુટર શીખવવા માટે સ્કૂલ ખૂલી ગઈ છે. બાળકો હવે જૂની વસ્તુઓથી હટીને નવા કામ કરવા માંગે છે. ચૂંટણી વિશે નિરૂપમા કહે છે કે અહીં નેતાઓ પોતે નથી આવતા, તેમના કાર્યકર્તાઓ આવે છે. લોકો પણ મદદ કરનારને વોટ આપે છે. 50 વર્ષની નીલમ મુનિ દેવીનો પુત્ર ITI માં અભ્યાસ કરી રહ્યો છે. તેઓ ઈચ્છે છે કે અભ્યાસ પછી પુત્રને નોકરી મળી જાય. ચૂંટણી પર કહે છે, ‘ગામમાં મહિલાઓને કોઈ ખાસ મુશ્કેલી નથી. અમે મરજીથી વોટ નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે બાળકને અહીં જ નોકરી મળી જાય, જેથી બહાર જવાની જરૂર ન પડે.’
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:PMના ગુજરાત પ્રવાસ બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત, કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ કાર્યાલયમાં દાવેદોરાના બાયોડેટાની થપ્પી લાગી
    Next Article
    Sonam Kapoor and Anand Ahuja welcome a baby boy

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment