Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા:પૂર્વ મંત્રી વાસણભાઈ આહીરે સ્પષ્ટતા કરી

    8 hours ago

    રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ પર પૂર્વ મંત્રી અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણભાઈ આહીરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં વાસણભાઈ આહીરે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની અછત અને ભાવવધારા અંગેની વાતોમાં કોઈ તથ્ય નથી. તેમણે ઉમેર્યું કે, નયારા જેવી એકાદ ખાનગી કંપની સિવાય અન્ય તમામ કંપનીઓ વાજબી ભાવે અને પૂરતા જથ્થામાં ઇંધણ પૂરું પાડી રહી છે. આ પ્રસંગે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાના નિર્ણયને આવકાર્યો હતો. વાસણભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના 145 કરોડ લોકોના હિતમાં જે રાહત આપી છે, તે બદલ તેઓ તેમનો આભાર માને છે. વાસણભાઈએ પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના 8931 દિવસોના સેવાયજ્ઞની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, 'મેં તેમની સાથે મંત્રી તરીકે 8 વર્ષ કામ કર્યું છે. તેમણે ક્યારેય એક કલાકનો પણ આરામ કર્યો નથી. 'ચરેવેતી-ચરેવેતી'ના મંત્રને આત્મસાત કરીને તેઓ સતત દેશની સેવા કરી રહ્યા છે. લોકોની હાક સાંભળી મદદ માટે તૈયાર રહેવું એ તેમનો સ્વભાવ છે.'
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:વૃષભ અને કુંભ રાશિના અટકેલા નાણાં પરત મળશે, સિંહ જાતકોને વેપારમાં મોટો ફાયદો થશે
    Next Article
    IPL LIVE: KKR Suffer Big Blow After Rohit, Rickelton Provide MI Fiery Start

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment