Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ:જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ઉનાળામાં પક્ષીઓને રાહત મળી રહે તે માટે વિતરણ કર્યું

    13 hours ago

    જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બોટાદમાં રાહતદરે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 29 માર્ચ, 2026ના રોજ ગઢડા રોડ પર હરિકૃષ્ણ ડેન્ટલ કેર નીચે યોજાયો હતો.ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પક્ષીઓને પાણી તથા આશ્રય મળી રહે તે માટે સમાજમાં સંવેદનશીલતા વધારવાનો હતો. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશનના પૂર્વ પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ફેડરેશન ઓફિસર (પર્યાવરણ) સી.એલ. ભીકડીયા, ફેડરેશન ઓફિસર નિલેશભાઈ કોઠારી, જાયન્ટ્સ સંસ્થાના ઉપ પ્રમુખ દીપકભાઈ માથુકિયા અને ડૉ. પરેશભાઈ દરજી, સેક્રેટરી દર્શનભાઈ પટેલ, ખજાનચી વિજયભાઈ વાળા તેમજ મુકેશભાઈ જોટાણીયા, રાજુભાઈ ધલવાણીયા, ભાવેશભાઈ ગજેરા, ઇમરાનભાઇ રાવાણી, અશોકભાઈ રાઠોડ, જયેશભાઈ સોલંકી, સમીરભાઈ દોશી, સંજયભાઈ મેખીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલના કેમિકલ પ્લાન્ટ પર ઇરાનનો હુમલો:ઝેરી લીકેજની ચેતવણી; લોકોને આદેશ- ઘરમાં રહો, બારીઓ બંધ રાખો
    Next Article
    Gujarat Dang Weather News | ડાંગમાં પલટાયું વાતાવરણ | Weather Forecast | news18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment