Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બિગ બોસ' ફેમ રજત દલાલે મિસ્ટ્રી ગર્લ સાથે લગ્ન કર્યા:'ફેરીટેલ વેડિંગ'ના ફોટો શેર કરી લખ્યું, 'જીવનના એક નવા તબક્કાની શરૂઆત'

    10 hours ago

    'બિગ બોસ 18' અને 'ધ 50' ફેમ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. રવિવારે તેણે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. રજતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા ફર્યાં છે. જોકે, તેણે હાલ પોતાની પત્નીની ઓળખ છુપાવીને રાખી છે. નદી કિનારે થઈ વેડિંગ સેરેમની રજતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આમાં કપલ ટ્રેડિશનલ વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહ્યું છે. ફોટોઝના બેકગ્રાઉન્ડમાં એક શાંત નદી અને સુંદર નજારો દેખાઈ રહ્યો છે, જેનાથી આખી સેરેમની કોઈ ફેરીટેલ જેવી લાગી રહી છે. રજતે આ ફોટોઝ સાથે કેપ્શનમાં લખ્યું- 'જીવનના એક નવા તબક્કાની શરૂઆત.' વીડિયો મેસેજમાં ચાહકોના આશીર્વાદ માગ્યા ફોટોઝ ઉપરાંત રજતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો મેસેજ પણ શેર કર્યો છે. આમાં તેણે પોતાના ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો. રજતે કહ્યું, 'જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. જે રીતે તમે બધાએ પ્રેમ આપ્યો છે, સાથ આપ્યો છે અને જીવનમાં અહીં સુધી લાવ્યા છો. બધા નાના ભાઈઓ, મોટા ભાઈઓ, મને આશીર્વાદ આપજો.' નિકી તંબોલી અને ફૈઝુએ અભિનંદન પાઠવ્યા રજતના લગ્નના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર સેલેબ્સની કોમેન્ટ્સનો વરસાદ થયો. રિયાલિટી શો 'ધ 50'માં તેની સહ-સ્પર્ધક નિકી તંબોલીએ લખ્યું, 'રજત, હું તારા માટે ખૂબ ખુશ છું, ગોડ બ્લેસ યુ.' જ્યારે મિસ્ટર ફૈઝુ (ફૈઝલ શેખ) અને ઉર્વશી ધોળકિયાએ પણ કપલને અભિનંદન પાઠવ્યા. 'બિગ બોસ' ફેમ કશિશ કપૂરે આશ્ચર્ય વ્યક્ત કરતા કોમેન્ટ કરી, 'શું? તારા લગ્ન થઈ ગયા! OMG અભિનંદન.' રજતની પત્ની કોણ છે રજતની પત્ની કોણ છે, તે હજુ પણ એક રહસ્ય જ છે. જોકે, થોડા દિવસો પહેલા 'ફિલ્મ વિન્ડો'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રજતે પોતાના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે એક ગંભીર રિલેશનશિપમાં છે અને તેની ગર્લફ્રેન્ડ જલ્દી જ તેની પત્ની બની શકે છે. ત્યારે રજતે તેને એક મજાક તરીકે રજૂ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હરભજનનો પિત્તો છટક્યો:ટ્રોલર સામે બાકાઝીકી બોલાવી; IPLના પૈસા સામે PSL લાચાર, મોહસીન નકવી શરમમાં મુકાયા
    Next Article
    Local government elections | ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા | Politics

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment