Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરથી નવી મુંબઈ માટે ઈન્ડિગોની બે નવી ફ્લાઈટ શરૂ:કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીએ ફ્લેગઓફ કરાવ્યું, દિવ્યાંગ બાળકોએ પ્રથમ સફરની મજા માણી; દરરોજ સવાર-સાંજ બે ફ્લાઈટ ઉડાન ભરશે

    12 hours ago

    ભાવનગરવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને આજથી ભાવનગર-નવી મુંબઈ વચ્ચેની દૈનિક વિમાની સેવાનો ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા ભાવનગરના 30 જેટલા દિવ્યાંગ બાળકોએ પ્રથમ ફ્લાઇટમાં મુંબઈની સફરનો આનંદ માણ્યો હતો. ઈન્ડિગો દ્વારા દરરોજ સવાર-સાંજ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે, જેનાથી શહેરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને વેપાર-રોજગારને નવી ગતિ મળશે. આ તકે કેન્દ્રીય મંત્રીએ ભાવનગર એરપોર્ટના રનવે વિસ્તરણ માટે રાજ્ય સરકાર પાસે 200 એકર જમીનની માંગણી કરી મોટા વિમાનો ઉતારવાની પણ તૈયારી દર્શાવી હતી. ભાવનગરના શ્રેષ્ઠીઓ દ્વારા ઉડ્ડયન મંત્રીનું ખાસ સન્માન કરવામાં આવ્યું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી પ્રારંભ થયેલી પ્રથમ ફલાઇટમાં ભાવનગરના 30 જેટલા દિવ્યાંગ બાળકોને બોર્ડિંગ પાસ અર્પણ કરી ઝંડી ફરકાવી ઉપસ્થિત મહાનુભવો એ ફલાઇટને રવાના કરી હતી. ત્યારબાદ દીપ પ્રાગટય અને કેક કટિંગ સાથે આ આનંદના અવસરની ઉજવણી કરી હતી. ત્યારબાદ ભાવનગરના શ્રેષ્ઠીઓ દ્વારા ઉડ્ડયન મંત્રીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન તેમજ કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરવાસીઓ તરફથી મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. જેમાં સવારે 8:35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. ભાવનગરથી મુંબઈ માટે દરરોજની કનેક્ટિવિટી શરૂ આ અંગે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુએ જણાવ્યું હતું કે, આજે ભાવનગરથી ઈન્ડિગોની બે નવી ફ્લાઇટ મુંબઈ માટે શરૂ થઈ છે, તો એના માટે ભાવનગરની તમામ જનતાને અભિનંદન પાઠવું છું. ખાસ કરીને કહેવા માગીશ કે અહીંના સાંસદ અને કેન્દ્રીયમંત્રી નિમુબેને આના માટે ઘણી મહેનત કરી હતી અને દિલ્હીમાં પણ આ માગને આગળ વધારવા માટે ઘણીવાર અમને મળ્યા હતા.​ તેમનો પણ ઘણો પ્રયાસ રહ્યો છે, જેના કારણે અમે પણ એરલાઇન્સ પર દબાણ લાવીને નવી કનેક્ટિવિટી શરૂ કરી છે. મારી ઈચ્છા હતી કે જ્યારે પણ અહીંથી ફ્લાઇટની શરૂઆત થાય ત્યારે વ્યક્તિગત રીતે અહીં આવું અને હું શરૂઆત કરાવું સાથે અહીંના એરપોર્ટની સુવિધાઓ પણ જોઉં. ઉડ્ડયન મંત્રીએ PMના વિઝનની પ્રશંસા કરી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ સારું લાગ્યું, અહીં ખૂબ જ આનંદનું વાતાવરણ છે. આનાથી ખબર પડે કે આપણા દેશમાં નાગરિક ઉડ્ડયન માટે, હવાઈ મુસાફરી માટે કેવી રીતે માગ વધી છે. આનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, જેઓ વિઝનરી છે, ડાયનેમિક છે અને દૂરંદેશી વિચાર સાથે કામ કરે છે. તેમનો 12 વર્ષ પહેલાનો જે પ્રયાસ હતો કે સામાન્ય માણસ માટે પણ હવાઈ મુસાફરી હોવી જોઈએ, 'હવાઈ ચપ્પલથી હવાઈ જહાજમાં મુસાફરી કરે' તે સપનું આપણે છેલ્લા 10 વર્ષમાં સાચું થતું જોયું છે, તેને વાસ્તવિકતામાં જોયું છે. આપણા એરપોર્ટની સંખ્યા 2014થી જોઈએ તો બમણી થઈ છે, એરક્રાફ્ટની સંખ્યા બમણી થઈ છે, મુસાફરોની સંખ્યા બમણી થઈ છે. ભાવનગરમાં પણ ઉડાન યોજના લાગુ કરવા ઉડ્ડયન મંત્રીએ તૈયારી દર્શાવી ​આ 'ઉડાન' યોજના હેઠળ જે સફળતા મળી છે, તેને વધુ આગળ ધપાવતા 28,000 કરોડ સાથે કેન્દ્ર સરકાર વધુ એક યોજના હવે 'મોડિફાઈડ ઉડાન' હેઠળ આગામી 10 વર્ષ સુધી ચલાવશે. જેનાથી દેશમાં વધુ નવા એરપોર્ટ બનશે, વધુ નવા હેલીપોર્ટ બનવાની પણ અમે સંભાવના રાખીએ છીએ. ભાવનગરમાં પણ જે રીતે ઓપરેશન છે, ચોક્કસપણે અહીં પણ ઉડાન યોજના લાગુ થઈ શકે છે. તો આગળ જતાં જે અમારી અને સ્થાનિક માગ છે, નિમુબેનની અને જીતુભાઈની પણ માગ છે કે અહીંથી વધુ કનેક્ટિવિટી વધે. તો આ કનેક્ટિવિટી વધારવા માટે ઉડાન યોજના પણ અહીં લાગુ કરીશું. રનવેના વિસ્તરણ માટે 200 એકર જમીન મળશે તો સરકાર તેનું વિસ્તરણ કરશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારો વિચાર છે કે અહીં ભાવનગરનું એરપોર્ટ છે, તેને આપણે વિસ્તૃત (Expand) કરીએ. અત્યારે રનવેની લંબાઈ 1900 મીટર છે, જો તમે ઈચ્છતા હોવ કે અહીં મોટા વિમાન પણ ઉતરે તો ઓછામાં ઓછો 2400 મીટરનો રનવે હોવો જોઈએ. તો જીતુભાઈને પણ અમે વિનંતી કરી છે કે જો રાજ્ય સરકાર તરફથી અમને તે જમીન મળી જાય, અંદાજે 200 એકર જમીન જોઈશે, જો તે મળી જાય તો ચોક્કસપણે તેના વિસ્તરણનું કામ ભારત સરકાર કરશે, જેનાથી અહીં મોટા વિમાન પણ ઉતરી શકશે. જેમ કે તમે જાણો છો કે ભાવનગર એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે, ડાયમંડનું હબ બન્યું છે, શિપ બ્રેકિંગનું હબ બન્યું છે અને અન્ય ઘણા સેક્ટર્સના હબ બનવાની પણ સંભાવના છે. તો ભવિષ્યમાં અહીં વધુ માગ વધશે, તો તે મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે અમારી તરફથી સંપૂર્ણ સહયોગ રહેશે.
    Click here to Read More
    Previous Article
    63 એવોર્ડ્સ વિજેતા વિદ્યાર્થીનું ગાંધીનગરની હિલવુડ સ્કૂલ દ્વારા ટોર્ચરિંગ:રિઝલ્ટ-ટીસીમાં ચેડાં કર્યાના વાલીના આક્ષેપ; 8 વર્ષની બાળકી પણ કિન્નાખોરીનો ભોગ બની
    Next Article
    War Room In Gujarat LIVE | ગુજરાતમાં મોટો નિર્ણય 'વોર રૂમ ચાલુ' |Iran War News | LPG | Harsh Sanghvi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment