Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામચંદ્ર ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો:વેડ રોડ સ્થિત ગુરુકુળમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

    15 hours ago

    સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામનવમીના પવિત્ર પર્વે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 245 વર્ષ પૂર્વે થયું હતું પ્રભુનું અવતરણ કાર્યક્રમ દરમિયાન પ્રભુ સ્વામીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભગવાન પોતાનું ઐશ્વર્ય છુપાવીને મનુષ્ય રૂપે ભક્તોને સુખ આપવા પૃથ્વી પર પધારતા હોય છે. 245 વર્ષ પહેલાં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામે ધર્મદેવ પાંડે અને ભક્તિદેવીના ઘરે રાત્રે 10:10 કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણનું અવતરણ થયું હતું. ચૈત્ર સુદ નોમનો આ દિવસ બે મહાન અવતારોના પ્રાગટ્ય માટે સાક્ષી બન્યો છે. ઢોલ-નગારાના નાદ સાથે વધામણા ભગવાનના પ્રાગટ્યના વધામણા કરવા માટે ગુરુકુળના યુવાનો અને વિદ્યાર્થીઓએ વિશાળ ઢોલ-નગારા વગાડી વાતાવરણ ગુંજવી દીધું હતું. “પ્રભુ પધારો રે અમ આંગણિયે” કીર્તનના ગાન સાથે સંતો અને હજારો મહિલા-પુરુષ ભક્તોએ આર્તભાવે પ્રાર્થના કરી હતી. મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીએ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરી ધાન્ય તેમજ પુષ્પથી અભિષેક કર્યો હતો. રાત્રે 10:10 મિનિટે ભગવાનની મહા નિરંજન આરતી ઉતારવામાં આવી હતી. ધર્મ ઘેર આનંદ ભયોનો નાદ સમગ્ર ગુરુકુળ ‘ધર્મ ઘેર આનંદ ભયો’ના બુલંદ નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં બપોરે 12:00 વાગ્યે શ્રી રામચંદ્ર ભગવાનની અને રાત્રે 10:10 વાગ્યે ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્ય આરતી ઉતારી પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, નાગરિકોને અફવાઓથી દૂર રહી સંગ્રહખોરી ન કરવા અપીલ
    Next Article
    63 એવોર્ડ્સ વિજેતા વિદ્યાર્થીનું ગાંધીનગરની હિલવુડ સ્કૂલ દ્વારા ટોર્ચરિંગ:રિઝલ્ટ-ટીસીમાં ચેડાં કર્યાના વાલીના આક્ષેપ; 8 વર્ષની બાળકી પણ કિન્નાખોરીનો ભોગ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment