Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સૈયારા' સ્ટારની બહેને 'ધુરંધર', 'ધ કેરળ સ્ટોરી' પર બળાપો કાઢ્યો:રીત પડ્ડાએ યુદ્ધ મુદ્દે મૌન રહેવા બદલ પ્રિયંકા ચોપરાની પણ ઝાટકણી કાઢી

    2 days ago

    ‘સૈયારા’ સ્ટાર અનીત પડ્ડાની બહેન રીત પડ્ડાએ ‘ધુરંધર 2’ને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી છે. સાથે જ તેણે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ઓસ્કર સમારોહ દરમિયાન યુદ્ધના મુદ્દે મૌન રહેવા બદલ ટીકા કરી છે. ખરેખરમાં, ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે રીતની અગાઉની પોસ્ટ્સ અને રાજકીય મુદ્દાઓ પરના તેના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પછી રીતે જવાબ આપતા લખ્યું કે, તે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પરની ચર્ચાઓમાં ભાગ લેતી નથી, પરંતુ આ વખતે તેણે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવવાની વાત કહી રીતે કહ્યું કે, ''ધુરંધર 2' સરકારની તરફેણમાં એક વાર્તા રજૂ કરે છે અને તેમાં રાજકીય ભાષણો દ્વારા નોટબંધી જેવા નિર્ણયોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.' તેણે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ કેરળ સ્ટોરી' પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. રીતે લખ્યું, 'આ ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા આંકડાઓને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે એક સમુદાય વિરુદ્ધ વાર્તા બનાવવાનું કામ કરે છે.' તેણે એમ પણ કહ્યું કે, ''પંજાબ ’95' જેવી ફિલ્મો, જે અલગ રાજકીય દૃષ્ટિકોણ દર્શાવે છે, તેમને રિલીઝમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.' પ્રિયંકા ચોપરાની પણ ટિકા કરી રીતે પ્રિયંકા ચોપરાના ઓસ્કરના વર્તન પર પણ ટિપ્પણી કરી. તેણે કહ્યું કે, 'પ્રિયંકા પાસે એક તકે યુદ્ધ વિરુદ્ધ ઊભા રહેવાની તક હતી, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં.' તેણે એમ પણ કહ્યું કે, 'જો મારી બહેનને આવી તક મળે, તો તે આશા રાખે છે કે તે પોતાની વાત રજૂ કરશે.' રીતે કહ્યું કે, 'હું ઈચ્છું છું કે પબ્લિક ફિગર્સ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખૂલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે. મારો વિરોધ કોઈ વ્યક્તિથી નથી, પરંતુ તે વિચારધારાથી છે, જે રાજકારણમાં ધર્મને લાવીને હિંસાને પ્રોત્સાહન આપે છે.'
    Click here to Read More
    Previous Article
    Three historic journeys that begin in Amritsar
    Next Article
    મોદીએ કહ્યું- કેરળ સ્વાર્થી રાજકારણના બે મુખોટામાં ફસાયું:LDF-UDF બંને ભ્રષ્ટાચારી, તેમને ભાજપથી ભય; સત્તામાં આવતા જ કાળા કારનામા ખુલી જશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment