Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં રૂકમિણી વિવાહ ઉત્સવ શરૂ:રૂકમિણી મંદિરે દૈદિપ્યમાન શૃંગાર સાથે વિશેષ છપ્પનભોગ મનોરથ, ભવ્ય વરઘોડો યોજાયો

    15 hours ago

    દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ભગવાન અને રાજરાજેશ્વરી રૂકમિણી માતાજીના પાવન રૂકમિણી વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે રૂકમિણી માતાજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં માતાજીના દૈદિપ્યમાન શૃંગાર સાથે વિશેષ છપ્પનભોગ મનોરથ અને સાંજે ભવ્ય વરઘોડો યોજાયો હતો. છપ્પનભોગ મનોરથ સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો. આ આયોજન અરુણભાઈ દવે અને કંદર્પભાઈ દવે પરિવારના સૌજન્યથી કરાયું હતું. મંદિરમાં માતાજીને અલભ્ય શૃંગાર સાથે વિવિધ પ્રસાદી ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે ૭:૦૦ વાગ્યે રાજરાજેશ્વરી રૂકમિણી માતાજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો શ્રી દ્વારકાધીશના જગત મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફર્યો હતો અને ભદ્રકાલી ચોક ખાતે સમાપ્ત થયો હતો. માર્ગમાં ભક્તોએ ઉમળકાભેર સ્વાગત કરી પૂજા-અર્ચના કરી હતી. ઉત્સવની શ્રેણી હેઠળ આજે સવારે શ્રી દ્વારકાધીશ જગત મંદિર અને રાજરાજેશ્વરી રૂકમિણી માતાજી મંદિરે પરંપરાગત ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી. ત્યારબાદ સાંજે રૂકમિણી મંદિરના પટાંગણમાં ભવ્ય રૂકમિણી વિવાહ મહોત્સવનું આયોજન કરાશે. આ મહોત્સવમાં દ્વારકા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા છે. આ સમગ્ર કાર્યક્રમને લઈને દ્વારકા શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે. મંદિર સંસ્થાઓ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આજે 11 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:ભરઉનાળે માવઠાની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતા વધી, 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
    Next Article
    PSI ભરતી પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલે જાહેર થશે:ઉમેદવારો માટે મહત્વની સૂચના, 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment