Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોઢવા ગામે ભક્તિ અને સેવા નો અનોખો સંગમ:શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ: માનવ સેવા તરફ પ્રેરણાદાયક પહેલ

    2 days ago

    સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે સ્વર્ગસ્થ જશુભાઈ રામસીભાઈ વાઢેરના પવિત્ર સ્મરણાર્થે આયોજિત ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞે ધાર્મિકતા સાથે સમાજ સેવા નો અનોખો મેસેજ આપ્યો છે. ગામમાં ચાલી રહેલી આ કથા માત્ર ભક્તિ અને આધ્યાત્મિકતાનો જ પ્રસંગ ન રહી, પરંતુ માનવતાના ઉત્તમ મૂલ્યોને ઉજાગર કરતું સકારાત્મક મંચ બની રહ્યું છે. શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે આયોજકો દ્વારા વિશેષ સેવા કાર્ય રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ગામજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનો, વડીલો તેમજ ભક્તજનો સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે આગળ આવ્યા હતા, જે ગામની સામાજિક જાગૃતિ અને સેવા ભાવનાનો પ્રતિબિંબ છે. સવારથી જ કેમ્પ સ્થળે દાતાઓની લાઈનો લાગી ગઈ હતી. લોકોમાં “રક્તદાન એ મહાદાન” ની ભાવનાથી પ્રેરાઈ મોટી સંખ્યામાં ભાગ લેવાયો હતો. બ્લડ એકત્રિત થશે તે ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા સતત જનજાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય અને માનવ સેવા માં યોગદાન આપે તે માટે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં આ પહેલ પ્રત્યે વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો, જે ગામના ભવિષ્ય માટે આશાજનક સંકેત છે. ધાર્મિક કાર્યક્રમો સાથે સેવા કાર્યો જોડાઈ શકે છે તેવું જીવંત ઉદાહરણ લોઢવા ગામે પૂરું પાડ્યું છે. આવા પ્રયાસો દ્વારા સમાજમાં સહકાર, માનવતા અને જવાબદારીની ભાવના મજબૂત બને છે. ઉલ્લેખનીય છે કે આ બ્લડ ડોનેશન કેમ્પ સાંજે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ લોકો આ પુણ્ય કાર્યમાં જોડાઈ શકે. ભક્તિ સાથે સેવા નો આ સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે સક્રિય:પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો
    Next Article
    PM Modi Mann Ki Baat | મન કી બાતનો 132મો એપિસોડ | Episode 132 | India | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment