Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમિર ખાને કહ્યું, બાળપણમાં રોમેન્ટિક ફિલ્મો જોવાની મનાઈ હતી:જૂના જમાનાની બ્લેક વ્હાઇટ ફિલ્મો દૂરદર્શન પર જોઈ, મોટાભાગનો સમય પુસ્તકો વાંચતો હતો

    10 hours ago

    બોલિવૂડના પરફેક્શનિસ્ટ એક્ટર આમિર ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેને બાળપણથી જ ફિલ્મો જોવામાં ઓછો રસ હતો અને તે મોટાભાગનો સમય પુસ્તકો વાંચતા હતા. આમિરે જણાવ્યું કે તેનું બાળપણ એક ખૂબ જ રૂઢિચુસ્ત પરિવારમાં વીત્યું, જ્યાં તેને રોમેન્ટિક ફિલ્મો અને અન્ય સામાન્ય ફિલ્મો જોવાની પરવાનગી ન હતી. Variety India ને આપેલા ઇન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું- હું બાળપણથી જ વાંચવામાં વધુ રસ ધરાવતો હતો. મેં નિયમિતપણે ફક્ત બ્લેક-એન્ડ-વ્હાઇટ અથવા જૂના જમાનાની ફિલ્મો જોઈ, જે દૂરદર્શન પર આવતી હતી. તે સમયે અમારા ઘરમાં ફિલ્મો જોવાની મનાઈ હતી. જો ક્યારેય હું માતા પાસેથી ફિલ્મ જોવાની પરવાનગી માંગતો, તો રોમેન્ટિક ફિલ્મોની મંજૂરી નહોતી મળતી. તેણે એ પણ જણાવ્યું કે તેઓ સપ્તાહના અંતે જ ફિલ્મો જોતા હતા, અને તેમાં પણ મોટાભાગે અશોક કુમાર અને દિલીપ કુમાર જેવા જૂના સિતારાઓની ફિલ્મોનો સમાવેશ થતો હતો. આમિરે કહ્યું કે તે બહુ ઓછી ફિલ્મો જુએ છે. તે પોતાને વાંચન કરનાર વ્યક્તિ માને છે અને તેણે એ પણ કહ્યું કે તે ફિલ્મો બનાવે છે, પરંતુ બહુ ઓછી જુએ છે. આમિરે મજાકિયા અંદાજમાં કહ્યું- કેટલાક લોકો ફૂટબોલ રમે છે અને કેટલાક ફૂટબોલ જુએ છે. મારી ફિલ્મોના કિસ્સામાં પણ આવું જ છે. હું ફિલ્મો બનાવું છું, પણ જોવામાં બહુ ઓછો સમય આપું છું. મને તાજેતરની હોલિવૂડ ફિલ્મોની પણ જાણકારી નથી. હું મારા જ સંસારમાં રહું છું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાનના પ્રોડક્શનની ફિલ્મ ‘એક દિન’ 1 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુનીલ પાંડે કરી રહ્યા છે અને તેમાં તેમના પુત્ર જુનૈદ ખાન અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત, આમિરની બીજી પ્રોડક્શન ફિલ્મ ‘લાહોર 1947’ પણ પાઇપલાઇનમાં છે. રાજકુમાર સંતોષી નિર્દેશિત આ ફિલ્મની પૃષ્ઠભૂમિ ભારતના વિભાજનની છે અને તેમાં સની દેઓલ, પ્રીટિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ અને અલી ફઝલ જેવા કલાકારો સામેલ છે. આ ફિલ્મ 13 ઓગસ્ટે રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    LPG crisis, lockdown rumours and an exit from Surat: Why many Odia migrants are back home
    Next Article
    અમેરિકી જહાજ ત્રિપોલીથી 3500 સૈનિકો સાથે મિડલ ઈસ્ટ પહોંચ્યું:અનેક ફાઇટર જેટ્સ પણ આવ્યા; ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી શરૂ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment