Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુદખામાં પિતરાઈ ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો:કલેક્ટરના આદેશ છતાં જમીન પરત ન કરતા ફરિયાદ

    2 days ago

    પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે પિતરાઈ ભાઈની જમીન પચાવી પાડવા બદલ એક શખ્સ વિરુદ્ધ 'ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020' (લેન્ડ ગ્રેબિંગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કલેક્ટર પાટણની સમિતિ દ્વારા સાત દિવસમાં કબજો સોંપવાના આદેશનું ઉલ્લંઘન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રણછોડભાઈ પરમાભાઈ વણકર (રહે. દુદખા) ની સર્વે નંબર 497 વાળી આશરે 12 વીઘા જમીન તેમના પિતા અને દાદાના સમયથી વારસામાં મળેલી છે. આશરે 20 વર્ષ પહેલા પિતાના અવસાન બાદ, રણછોડભાઈ અને તેમના ભાઈઓએ વિશ્વાસ રાખીને આ ખેતર પિતરાઈ ભાઈ જગાભાઈ તેજાભાઈ વણકરને ભાગે ખેડવા આપ્યું હતું. જોકે, વિશ્વાસઘાત કરીને આરોપી જગાભાઈએ ખેતરમાં વચોવચ શેઢો પાડી દીધો હતો. તેમણે 'તમારા પિતા કરતાં મારા પિતાને ઓછી જમીન મળી હતી' તેવું બહાનું કાઢીને આશરે 8 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. વર્ષો સુધી સામાજિક સમજાવટ અને સગા-સંબંધીઓ દ્વારા મધ્યસ્થી કરાવવાના પ્રયાસો છતાં આરોપીએ જમીન ખાલી કરી ન હતી. ન્યાય ન મળતા, ફરિયાદીએ 18 જુલાઈ 2025ના રોજ પાટણના કલેક્ટરને ઓનલાઇન અરજી કરી હતી. આ અરજીની તપાસ મામલતદાર સમી અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તપાસ અહેવાલના આધારે, ગત 09 માર્ચ 2026ના રોજ પાટણ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો કે આરોપીએ સાત દિવસમાં જમીનનો કબજો અસલ માલિકને સોંપી દેવો, અન્યથા તેમની સામે એફ.આઈ.આર. દાખલ કરવી. કલેક્ટરના આદેશ અને મામલતદાર સમીના પત્ર છતાં આરોપીએ જમીન ખાલી ન કરતા, અંતે રણછોડભાઈ વણકરે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જગાભાઈ તેજાભાઈ વણકર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4(3) અને 5, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 329(૩), તથા જી.પી. એક્ટની કલમ 120 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલ સહિત 7 રાજ્યોમાં કરા પડી શકે છે:રાજસ્થાનમાં 2 દિવસ વાવાઝોડા-વરસાદનું એલર્ટ; ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના
    Next Article
    ‘A worried parent is not a good parent’: Sadhguru gives parenting advice to Alia Bhatt, she says ‘I don’t think you can take the worry out of it’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment