Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મ પીડિતા શિક્ષિકાનું જીવવું દુષ્કર બન્યું:આરોપીએ ફોન નંબર જાહેર કરી દેતા ગંદી કોમેન્ટના હજારો મેસેજ મળ્યા

    9 hours ago

    રાજકોટમાં રહેતી શિક્ષિકા પર ધો.10ના વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલાં આરોપીએ પણ વારાણસીમાં જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં વીડિયો ફરતો કરીને શિક્ષિકાના તમામ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અંગત પળોના ફોટા ફરતા કરી દેતા શિક્ષિકા માટે હવે જીવવું દુષ્કર થઈ ગયું છે. દિવ્ય ભાસ્કરની ઓફિસે આવીને શિક્ષિકાએ પોતાની કથની વર્ણવી હતી અને જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવલ દેસાઈના કારણે પોતાનું જીવવું દુષ્કર થઈ ગયું છે. જ્યારથી ફોન નંબર ફરતા થયા છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 100થી વધુ અજાણ્યા નંબર પરથી ફોન કોલ્સ આવ્યા છે અને જે ફોન રિસીવ કરવામાં આવે તેમાં સામે છેડેથી અભદ્ર માંગ અને મિત્ર બનવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત વોટ્સએપ પર હજારોની સંખ્યામાં અભદ્ર મેસેજ પણ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના તત્ત્વો પોતાને રમકડું સમજતા હોય તે રીતે ન કહેવાની વાતો કરીને પજવણી કરી રહ્યા છે. એફબી અને ઈન્સ્ટાગ્રામ પર ગણતરીની મિનિટોમાં જ 100થી વધુ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી ગઈ છે અને મોટાભાગના તત્ત્વો ફ્રેન્ડ રિકવેસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ફિનાઈલ પી લીધું છે ત્યારે તે જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હોય ત્યાંથી તેની તાકીદે ધરપકડ કરીને કાનૂની રાહે કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનો સંપર્ક કરતા તપાસ ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષિકાને ફોન પર ઓટીપીના અનેક મેસેજ મળ્યા પીડિત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ટેક્સટ મેસેજ આવી રહ્યા છે અને તેમાં ઓટીપી નંબર આવી રહ્યા છે અને આ નંબરની સાથે આવેલી લિંક પર ક્લિક કરવાના પણ મેસેજ આવી રહ્યા છે. ઓટીપી શા માટે આવી રહ્યા છે તેની પણ કોઇ જાણ નથી. બે ફોન નંબર જાહેર કરી દેવાતા ઉપરોક્ત તમામ બાબતો થઈ રહી છે. ગુનો નોંધવાના બદલે પોલીસે ફરી એક વખત માત્ર અરજી જ લીધી ગાંધીગ્રામ પોલીસ મથક જે ઝોન હેઠળ આવે છે તે ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે, દુષ્કર્મ સહિતની ગંભીર ઘટના બને અને પીડિતા જ્યારે ફરિયાદ નોંધાવવા આવે ત્યારે એક પળનો પણ વિલંબ કર્યા વિના ફરિયાદ લઈ લેવી જોઇએ અને આરોપીની તાકીદે ધરપકડ કરવી જોઈએ. દુષ્કર્મ પીડિત શિક્ષિકાએ કહ્યું હતું કે, 28 માર્ચ શનિવારે ફરી એક વખત ગાંધીગ્રામ પોલીસ મથકે ગઈ હતી અને જે લોકોએ પોતાને મેસેજ અને ફોન કોલ્સ કર્યા છે તે ઉપરાંત જે મીડિયામાં પોતાની ઓળખ છતી કરી દેવામાં આવી છે અને અંગત પળોના ફોટા ફરતા કરાયા છે તેઓની સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી, પરંતુ પોતાની માત્ર અરજી જ લેવામાં આવી છે. આથી પીડિત શિક્ષિકાએ પોતાના અંગત પળોના ફોટા મીડિયામાં પ્રસિદ્ધ કરનાર રાજકોટ ન્યૂઝ અપડેટ્સ, ગોંડલ ન્યૂઝ અપડેટ્સ, ક્રિશુલ ન્યૂઝ અપડેટ્સ, અવર રાજકોટ, રાજકોટ મિરર, મચ્છુ ન્યૂઝ મોરબી, સિટી ન્યૂઝ, વાહ ગુજરાત અને પરફેક્ટ સૌરાષ્ટ્રના સંબંધિત લોકો સામે કાનૂની રાહે કાર્યવાહી કરી તેઓની તાકીદે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌ પ્રથમ વીડિયો ફરતો કરનાર આરોપી ધ્રુવલ સામે પણ અલગથી ગુનો નોંધવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    How Maharashtra’s Gadchiroli is turning ‘pujaris’ into allies in the fight against malaria
    Next Article
    29 साल तक फरीदा जलाल और अरुणा ईरानी ने बना ली थी 'दूरी', इंडियन आइडल शो पर बताई वजह

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment