Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં પરિણીતાની છેડતી કરી સાસુ-વહુ પર હુમલો:વિપુલે તુલસીને 'તું મારી સાથે કેમ બોલતી નથી?' તેમ કહી સાડીનો છેડો પકડી અડપલાં કર્યા, શખ્સ સામે ફરિયાદ

    10 hours ago

    ભાવનગર શહેરના નારી રોડ પર આવેલા કુંભારવાડા વિસ્તારમાં ઘરની સામે જ રહેતા એક શખ્સે ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરી, વિરોધ કરતા સાસુ અને વહુ બંનેને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ પરિણીતાએ બોરતળાવ પોલીસ મથકે નોંધાવી હતી, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ​કુંભારવાડા શેરી નં.10, લાલ કારખાના પાછળ રહેતા 20 વર્ષીય તુલસી અજયભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે તા.28/03/2026ના રોજ સવારે જ્યારે તેમના પતિ કામે ગયા હતા, ત્યારે સામે જ રહેતો વિપુલ ગદાભાઇ મકવાણા તેમના ઘરમાં ધસી આવ્યો હતો. વિપુલે તુલસીને 'તું મારી સાથે કેમ બોલતી નથી?' તેમ કહી સાડીનો છેડો પકડી અડપલાં કરવાનું શરૂ કર્યું હતું, તુલસીબેને બુમાબુમ કરતા બાજુના રૂમમાં રહેલા તેમના સાસુ દોડી આવ્યા હતા, સાસુએ વિપુલને રોકવાનો પ્રયાસ કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસુ-વહુ બંનેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો, ઉશ્કેરાયેલા શખ્સે સાસુને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, હોબાળો થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ આરોપી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો, ​તુલસીએ જણાવ્યું હતું કે, આરોપી વિપુલ અવારનવાર તેમની સામે જોઈ ખરાબ ઈશારા કરતો હતો, આ બાબતે અગાઉ પતિ અને સાસુએ તેને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સમયે પણ તેણે ઝઘડો કર્યો હતો, હાલ આ મામલે તુલસીબેને વિપુલ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે બી.અને.એસ ની કલમ 75(2), 115(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદને એક જ ઓવરમાં બે મોટા ફટકા પહોંચ્યા:અભિષેક શર્મા પછી ટ્રેવિસ હેડ પણ પેવેલિયન ભેગો થયો; IPL ડેબ્યૂ મેચમાં જેકબ ડફીએ બન્નેને આઉટ કર્યા
    Next Article
    માધવપુર વરઘોડાની તૈયારી, દ્વારકામાં બેઠક યોજાઈ:તંત્ર અને આગેવાનોએ કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment