Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પતિએ જ પત્ની પર એસિડ ફેંક્યાનો ઘટસ્ફોટ:મર્દાનગી બાબતે મેણા મારતાં સબક શીખવાડવા માગતો હતો, આરોપી કેટલી ઇજા થઈ છે તે જોવા હોસ્પિટલ પણ ગયો હતો

    1 day ago

    અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં યુવતી પર એસિડ એટેકની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મર્દાનગીના મેણાં મારતી પત્નીને સબક શીખવવા પતિએ જ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં એક શખ્સ બાઈક લઈને તેની રાહ જોઈ ઉભો હતો. યુવતી આવતા જ બાઇક ચાલક નીકળ્યો અને એસિડ ફેંકીને ફરાર થઈ ગયો. એસિડ ફેંકતા યુવતી દાઝી ગઈ હોવાથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, પત્નીને કેટલી ઈજા થઈ છે તે જાણવા માટે આરોપી પતિ પોતે સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યો હતો, જોકે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્ખનીય છે કે, યુવતીએ ઘટના બાદ પોલીસને આપેલા નિવેદનમાં પિતા પર શંકા વ્યક્ત કરી હતી. જો કે, પોલીસ તપાસમાં તેના પતિ દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મર્દાનગી બાબતે મેણાં મારતા આરોપીએ સબક શિખવવા એસિડ એટેક કરાવ્યો પીઆઇ દીપક ઢોલાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ભોગ બનનાર યુવતીની પૂછપરછ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તપાસના આધારે અમે આરોપી પતિની અટકાયત કરી છે જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. ભોગ બનનાર સાથે આરોપીએ લવ મેરેજ કર્યા હતા, જોકે 6 મહિનાથી બંને અલગ રહેતા હતા. ભોગ બનનાર આરોપીને મર્દાનગી બાબતે મેણાં-ટોણાં મારતી હતી જેથી આરોપીએ સબક શીખવાડવા એસિડ એટેક કર્યો હતો. આરોપી કાર્ગો સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે.આરોપીએ અગાઉ નરોડા GIDCમાં નોકરી કરતો હતો. ઘટના બાદ આરોપી ભોગ બનનાર સાથે સિવિલમાં હાજર રહ્યો હતો. ભોગ બનનારને કેટલી ઇજા થઈ છે તે જાણવા ગયો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 2 મહિના અગાઉ આરોપી પતિ પર પણ એસિડ એટેક થયો હતો, જેમાં મોઢા પર ઇજા પહોંચી છે. યુવતીએ નિવેદનમાં તેન પિતા પર શંકા વ્યક્ત કરી ઘટના બાદ યુવતીએ નિવેદનમાં તેન પિતા પર શંકા વ્યક્ત કરી હતી, જેથી યુવતીના પિતાની શોધખોળ કરવામાં આવી હતી. આ બનાવ સ્થળની આસપાસ કોઈ સીસીટીવી ન્હોતા, જેથી અન્ય સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરતા એક અન્ય સોસાયટીના CCTV ફૂટેજમાં બાઈકચાલક જતો દેખાયો હતો. બાઇક પર આવેલો એક શખ્સ યુવતીની રાહ જોઈને ઊભો હતો, યુવતી આવતા બાઇક ચાલક નીકળ્યો હતો. બે મહિનાથી યુવતી તેની માતાના ઘરે રહેવા માટે આવી હતી મળતી માહિતી મુજબ ભોગ બનનાર યુવતી નજીકના કારના શો-રૂમમાં નોકરી કરે છે અને તેનો પતિ નિકોલમાં રહે છે. બે મહિનાથી યુવતી તેની માતાના ઘરે રહેવા માટે આવી હતી. ગઈકાલે યુવતી પોતના ઘરે જઈ રહી હતી ત્યારે તેને મોઢા પર દુપટ્ટો બાંધ્યો હતો અને ચશ્મા પહેર્યા હતા. બાઈક પર હેલમેટ પહેરીને એક શખ્સ આવ્યો હતો, જેણે એસિડ ફેંક્યુ હતું. દુપટ્ટો અને ચશ્મા હોવાના કારણે હોઠ પર તેમજ આંખમાં દાઝી હતી. યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી પહોચ્યા હતા જ્યારે એસીડ એટેક કરનાર નાસી ગયો હતો. બે અજાણ્યા બાઈકચાલકોએ આવી યુવતી પર જ્વલંતશીલ પદાર્થ ફેંકી ફરાર આ ઘટના અંગે જનતા સેના ગુજરાતના અધ્યક્ષ કલ્પેશ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદની નરોડા વિસ્તારમાં દલિત સમાજની એક દીકરી મોટરકારના શો-રુમમાંથી નોકરી પતાવીને ઘર તરફ આવી રહી હતી ત્યારે સોસાયટીની બહાર અજાણ્યા બાઈકચાલકે આવીને તેના પર એસિડ કે તેના જેવુ કોઈ જ્વલંતશીલ પદાર્થ ફેંકી તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે દીકરી દાઝી ગઈ હતી. પરિવારજનો અને આસપાસના લોકો તરફથી મળતી માહિતી મુજબ દીકરીને આંખના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટના બાદ ફક્ત PCR આવીને જતી રહી હોવાનો આક્ષેપ વધુમાં તેઓએ જણાવ્યું કે, મારો પ્રશ્ન એ છે કે, આ વિસ્તાર છે તે સરદારનગરની હદમાં આવે છે. હાલ આ બનાવને લાંબો સમય વીતી ગયો છે ઘટના બાદ ફક્ત ને ફક્ત PCR આવીને જતી રહી છે. અહીંના પીઆઈ ક્યા છે, તેના જે ફર્સ્ટ પીઆઈ હોય, સેકન્ડ પીઆઈ હોય. DCP શું કરી રહ્યા છે? કોઈ પોલીસ તંત્ર અહિંયા ઘટનાસ્થળે આવીને જે જ્વલંતશીલ પદાર્થથી હુમલો થયો છે તેનું સેમ્પલ લઈને FSLમાં મોકલવા સુધીની કોઈપણ કામગીરી સરદારનગર પોલીસે કરી નથી, શૂન્ય કામગીરી છે. આ બાબતે સરદારનગર પોલીસે શરમ કરવી જોઈએ ન કેવલ શરમ કરવી જોઈએ. તમારે ડૂબીને મરી જવુ જોઈએ. મારી છોકરી બળી ગઈ પીડિતાની માતાએ રડતી આંખે આ ઘટના અંગે જણાવ્યુ હતું કે, મારી છોકરી નોકરીથી આવતી હતી અને બે બાઈકચાલકોએ આવીને તેના પર શું નાખ્યું ને મારી છોકરી બળી ગઈ. આ એનો બાપ જ કરાવે છે.
    Click here to Read More
    Previous Article
    Varun Dhawan opens up about daughter Lara’s DDH diagnosis: ‘You can’t run properly, you can’t walk’
    Next Article
    PMના સાણંદ પ્રવાસ પહેલા કોંગ્રેસના આક્ષેપ:ટેક્નિકલ એજ્યુકેશન કમિશનરના આદેશ પર કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું-'સાહેબને વ્હાલા થવા ભીડ ભેગી કરશે, પરંતુ ખાલી જગ્યાઓ કેમ ભરતા નથી?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment