Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં માર્ચમાં મે મહિના જેવી ગરમી:હવામાન વિભાગની બપોરે બહાર ન નીકળવાની સલાહ, પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવા અનુરોધ

    20 hours ago

    વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસોમાં જ મે મહિના જેવી તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આજે તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ઉકળાટ અને ગરમ પવનો લોકોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે આકાશ ચોખ્ખું રહેશે અને તાપમાન 34.5°C થી 36°C વચ્ચે રહેવાની શક્યતા છે. જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોની સરખામણીએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર રહેવાની સંભાવના છે. વલસાડ શહેરમાં 35°C, વાપીમાં 36°C, પારડીમાં 35°C, ધરમપુરમાં 37°C, કપરાડામાં 37°C અને ઉમરગામમાં 34°C તાપમાન રહેવાનો અંદાજ છે. ગરમીમાં વધારા પાછળ મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂકા પવનો જવાબદાર છે. રાત્રિનું તાપમાન પણ 23-24°C આસપાસ રહેતા ગરમીનો અહેસાસ યથાવત્ રહે છે. હવામાન વિભાગે ખાસ કરીને બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. લોકોને વધુમાં વધુ પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણી, લીંબુ શરબત, શેરડીનો રસ અને બરફ ગોળા જેવા પીણાંનો આશ્રય લેતા જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ ઊંચો જવાની શક્યતાઓ છે. વધતી ગરમીના કારણે કેરીના પાક પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને 'ખરણ' (ફળ ખરી પડવું) વધવાની શક્યતા હોવાથી વાડી માલિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સગીરને બાઇક આપનાર પિતાને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન:માંગરોળમાં સગીર પાસે બાઇક ચલાવડાવવું પિતાને ભારે પડ્યું; સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી
    Next Article
    રાજકોટનાં પૂર્વ મેયર ફરી વિવાદમાં:રાજકોટના જાગૃત નાગરિકની મ્યુ. કમિશ્નર-કલેક્ટરને રજૂઆત, લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી ગેરકાયદે બાંધકામ હટાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment