Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહ બાળનું માતા સાથે મિલન:વેરાવળના રામપરા ગામે કૂવામાંથી સિંહ બાળાને બચાવાયું

    2 days ago

    ગીર સોમનાથ વન વિભાગે વેરાવળના રામપરા ગામે કૂવામાંથી બચાવેલા સિંહ બાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે. આ સિંહ બાળને આજે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ, વેરાવળ રેન્જ હેઠળના રામપરા ગામમાં ખેડૂત સરમણભાઈ લખમણભાઈ રાઠોડના કૂવામાં આશરે 1 વર્ષની ઉંમરનું એક સિંહ બાળ અકસ્માતે પડી ગયું હતું. વન વિભાગને જાણ થતાં જ વનપાલ, વનરક્ષકો અને ટ્રેકર્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહ બાળને તાત્કાલિક સારવાર અર્થે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેની જરૂરી સારવાર કરવામાં આવી હતી. ગીર સોમનાથ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ સિંહ બાળ બે દિવસ અગાઉ વેરાવળના રામપરા ગામે કૂવામાં પડ્યું હતું. સારવાર અને દેખરેખ બાદ તેને તેની માતા સાથે ફરીથી ભેળવી દેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ચકચારી બળાત્કાર કેસમાં નવો વળાંક:આરોપી ધ્રુવલ દેસાઈનો વારાણસીમાં આપઘાતનો પ્રયાસ, પોલીસ કમિશનર કચેરીએ પત્નીએ રડતા રડતા કહ્યું- 'અમારી વાત સાંભળીને ન્યાય આપો'
    Next Article
    સગીરા પર બહેનપણીના ભાઈએ દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો:આરોપીએ અશ્લીલ વીડિયો મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો, મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment