Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીને શ્વાને ફાડી ખાધી:અરણીટીંબા ગામેથી મૃતદેહ મળ્યો; પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

    15 hours ago

    વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોને અરણીટીંબા ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ અજાણી મહિલાએ તાજી જન્મેલી બાળકીને ખુલ્લામાં ત્યજી દીધી હતી, જેના કારણે તે શ્વાનોનો શિકાર બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીની ઓળખ કરવા અને તેની માતાને શોધી કાઢવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં દક્ષિણ ગુજરાતના માછીમારો ફસાયા:યુદ્ધના ભય વચ્ચે ખલાસીઓને એરલિફ્ટ કરવા સરકારને પરિવારોની આજીજી;વિદેશ મંત્રાલયની મદદ મંગાઈ
    Next Article
    "Sharm Nahi Aati...Terrorist": Bengaluru Professor's Outburst Against Student

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment