Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:આરોપી મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો

    9 hours ago

    અમરેલી તાલુકા પોલીસે કુકાવાવ રોડ પર આવેલ નારાયણ મીલની કોલોનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે ફરિયાદી રાહુલભાઈ ઇશ્વરપ્રસાદી કુસ્વાહા (રહે. નારાયણ મીલ કોલોની, અમરેલી; મૂળ વતન ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ) એ ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાના મકાનને તાળું મારી વતન ગયા હતા, તે દરમિયાન અજાણ્યા આરોપીએ તાળું તોડી સોના-ચાંદીના દાગીના સહિત આશરે રૂ. 1,51,500/- નો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજુલા પીઆઇ ઓ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સઘન તપાસ અને પૂછપરછ બાદ પોલીસે અભિષેક ભરતસિંહ કુસ્વાહા (રહે. નારાયણ મીલ ક્વાર્ટર, અમરેલી; મૂળ વતન ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 1,12,000/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેઇન (8 ગ્રામ, રૂ. 55,000), સોનાનો ટીકો (4 ગ્રામ, રૂ. 32,000), સોનાની વીંટી (રૂ. 15,500), ચાંદીની ગાય (રૂ. 2,000), ચાંદીનો કંદોરો (રૂ. 5,000), ચાંદીનો સિક્કો (રૂ. 1,000) અને સોનાટા કંપનીની ઘડિયાળ (રૂ. 1,500) નો સમાવેશ થાય છે. એસપી સંજય ખરાત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને સૂચનાઓને કારણે અમરેલી તાલુકા પોલીસે આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં અને આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Kept in dark about Bill, minister skipped meeting’: Why India’s top transgender advisors resigned in protest
    Next Article
    "Either Dead Or In Very Bad Shape": Trump On Mojtaba Khamenei

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment