Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધુરંધર મૂવી બની ‘ધમાલ’:થિયેટરમાં સગીરને ટિકિટ ના આપતા શખ્સે સાથીદારો સાથે મળી કર્મચારીઓ સાથે મારામારી કરી

    22 hours ago

    ભાવનગરના હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં 25 માર્ચ, 2026ના રાત્રિના ધુરંધર મુવીની ટિકિટ મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી હતી. એડલ્ટ ફિલ્મ માટે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા શખસે પહેલા બોક્સ ઓફિસમાં ઘુસી કર્મચારીને લાફો માર્યો અને બાદમાં પોતાના સાથીદારો સાથે મળી સિક્યુરિટી ઈન્ચાર્જને ઢીકા-પાટુનો મારમાર્યો હતો. સમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બોક્સ ઓફિસમાં ઘુસી જઈ યુવકને લાફો માર્યો આ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના મિલીટ્રી સોસાયટી પાસે આવેલ સોમનાથનગરમાં રહેતા અને હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ જશુભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 25 માર્ચની રાત્રિના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના સાથી કર્મચારી ધર્મેન્દ્રસિંહ ઝાલાનો ફોન આવ્યો હતો. ફોનમાં જણાવ્યું હતું કે, સિનેમામાં ટિકિટ મુદ્દે એક વ્યક્તિ માથાકુટ કરી રહ્યો છે જેથી તેઓ તરત જ હિમાલિયા મોલ ખાતે પહોંચ્યા હતા. નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામનો વ્યક્તિ રાત્રે સાડા દસ વાગ્યે ‘ધુરંધર’ ફિલ્મની ટિકિટ લેવા આવ્યો હતો અને પોતાના પરિવાર માટે ટિકિટ માંગતો હતો. પરંતુ ફિલ્મ એડલ્ટ હોવાને કારણે સગીર વયના સભ્યો માટે ટિકિટ આપવામાં નહિ આવે તેવી વાત કાઉન્ટર પર બેઠેલા શિવમભાઈ પ્રધાને કરતા નરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો આપી બોક્સ ઓફિસમાં ઘુસી જઈ શિવમભાઈને લાફો માર્યો હતો, જેના બાદ સિક્યુરિટી સ્ટાફે તેને બહાર કાઢ્યો હતો. શખસે પાછળથી ધક્કો મારી તેને નીચે પાડી દીધો હતો ત્યારબાદ નરેન્દ્રસિંહે પોતાના ઓળખીતાઓને ફોન કરીને સ્થળે બોલાવ્યા હતા અને થોડી વારમાં ત્રણ અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચતા ચારેયએ મળી ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે જગદીશભાઈએ પોતાની ટીમ સાથે તેમને સમજાવી સિનેમાથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ગેટ પાસે પહોંચતા જ એક શખસે પાછળથી ધક્કો મારી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નરેન્દ્રસિંહે તેમના પર ઢીકા-પાટુનો મારમાર્યો હતો અને અન્ય બે જણાએ પણ મારામારી કરી હતી. તેમજ નરેન્દ્રસિંહ જતા જતા કહેલ કે ટીકીટ કેમનો મળે જો ટીકીટ નહી આપો તો મારી નાખવા પડશે. મને પોલીસ કેસ થવાની કોઈ બીક નથી અને રોડે સામા મળશો તો ખટારો માથે ચડાવી દેવો પડશે અને કેસ કરશો તો છુટીને પાછો તમને મારી નાખીશ તેમ કહેતા જગદીશભાઈએ 112 પર કોલ કરી પોલીસને બોલવતા તમામ શખસો નાસી છૂટ્યા હતા. અગાઉ પણ નરેન્દ્રસિંહ દ્વારા સિનેમામાં ઝઘડાની ઘટનાઓ થયેલી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભવિષ્યમાં પોતાને તથા સ્ટાફને નુકસાન પહોંચાડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે નિલમબાગ પોલીસે નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને ત્રણ અજાણ્યા શખસો સામે BNS કલમ 115(2), 351(2), 351(3), 54 અને 352 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Sony to hike PlayStation 5 prices again as memory chip costs surge
    Next Article
    Noida International Airport Inauguration LIVE: Noida International Airport's Rs 11,282 Crore First Phase Opens Today

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment