Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દબાણ દૂર કરવાની માંગ:હિંમતનગર શહેરના મોતીપુરામાં દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરો

    3 days ago

    હિંમતનગર શહેરના મોતીપુરામાં ઉમાશંકર બ્રિજના છેડે આવેલ રહેઠાણ વિસ્તારને જોડતો રસ્તો તૂટી જવા સહિત તેની ઉપર દબાણ કરી દેવાયા છે. સ્થાનિક રહીશોએ મૂળ રસ્તાની 6 મીટર પહોળાઈ ઉપલબ્ધ કરાવવા દબાણો દૂર કરવા ફરી એકવાર કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. વર્ષ 2016થી સ્થાનિક રહીશો આ દબાણો દૂર કરવા રજૂઆતો કરી રહ્યા છે પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. સાબરકુંજ વિકાસ પરિષદના બાબુભાઈ પરમાર અમૃતભાઈ વણકર મગનજી વણઝારા ભાઈલાલભાઈ ઓડ સહિત 70 થી વધુ રહીશોએ કલેકટરને ફરીથી રજૂઆત કરી છે કે વર્ષ 2016 થી પાલિકા, સિટી સર્વે સુપ્રિ. ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કલેક્ટર સહિત વિવિધ સ્તરે અનેકવાર રજૂઆતો કરી છે. ઉમાશંકર બ્રિજના છેડાથી વણઝારાવાસ સલાટ વાસ વાઘેલા વાસ સાબરકુંજ સોસાયટીને જોડતો વર્ષો પૂર્વે બનાવેલ રોડ તૂટી ગયો છે. જેની કાયદેસર પહોળાઈ 6 મીટર દર્શાવાઇ છે રસ્તા પર દબાણ કરી રોડ સાંકડો કરી દેવાયો છે. એક પણ વખત રસ્તાની કાયદેસર પહોળાઈ માટે માપણી કરાઇ નથી કે દબાણ દૂર કરાયા નથી. ગટરો પણ તૂટી ગઈ હોવાથી અવારનવાર ગંદુ પાણી બહાર આવે છે. સાબરકુંજ સોસાયટીમાં 150 થી વધારે પરિવારોને તેમજ શૈક્ષણિક સંકુલમાં બાલવાડી થી લઈ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી 6 મીટરનો રસ્તો ખુલ્લો કરી નવીન આરસીસી રોડ બનાવી આપવા રહીશોએ માગણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતના 25,000 કરોડના સોલારના ઓર્ડર પર સંકટ:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે રો-મટીરિયલની અછત, કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો; ઉદ્યોગપતિઓની ઉંઘ હરામ
    Next Article
    શું મુખ્તાર અંસારીના મોત પાછળ 5 કરોડ:2 વર્ષ પછી પણ બેરેક નંબર-16 સીલ; વકીલે કહ્યું- અમારી પાસે ઝેર આપવાના પુરાવા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment