Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફૂડ બિઝનેસમાં ગેસ જીવનરેખા છે, અછતે નાના વેપારીઓના સપનાઓ રોળ્યા':સુરતના હીરા કારીગરે મંદીને માત આપી, ‘રત્નકલાકાર ઘૂઘરા’ના ધંધામાં આખા પરિવારની સહિયારી લડત

    10 hours ago

    કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા જ્યારે જીવનના તમામ રસ્તાઓ બંધ જણાતા હોય ત્યારે અડગ મનોબળ અને પરિવારનો સાથ માણસને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપે છે. સુરતના હીરા ઉદ્યોગમાં 22 વર્ષ સુધી રત્નોને પાસા પાડનાર એક સામાન્ય કારીગર આજે પોતાના સંઘર્ષ અને સ્વાદથી આખા શહેરમાં રત્નકલાકાર ઘૂઘરાના નામે જાણીતો બન્યો છે. દીપકભાઈ ઘેટિયાએ મંદીના અંધકારને ચીરીને મહેનતનો નવો ઉજાસ પાથર્યો ત્યારે હવે ગેસ મળતો બંધ થયો તો હિંમત હારી આ વગર તેઓએ નવો રસ્તો શોધી કાઢ્યો અને હવે ઈલેક્ટ્રીક સગડી બનાવી તેના પર કામ ચાલુ કરશે. દીપકભાઈ ઘેટિયા એક મધ્યમવર્ગીય પરિવારના મોભી છે. છેલ્લા બે દાયકાથી વધુ સમય સુધી તેમણે સુરતના ડાયમંડ યુનિટોમાં હીરા ઘસવાનું કામ કર્યું. એક સમયે હીરા ઉદ્યોગ ધમધમતો હતો અને દીપકભાઈ પોતાની કુશળતાથી પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવતા હતા. તેમના પરિવારમાં વૃદ્ધ માતા, પત્ની, ત્રણ દીકરીઓ અને ભત્રીજાઓ સહિતની મોટી જવાબદારી તેમના ખભા પર હતી. 2024થી વૈશ્વિક મંદી આવીને આવક બંધ થઈ ગઈ વર્ષ 2024ની શરૂઆતમાં જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વૈશ્વિક મંદીના વાદળો ઘેરાયા. જે કારખાનાઓમાં દિવસ-રાત ઘંટીઓનો અવાજ આવતો હતો, ત્યાં સન્નાટો છવાઈ ગયો. રત્નકલાકારોના હાથમાંથી કામ છૂટવા લાગ્યું. દીપકભાઈ માટે પણ સ્થિતિ વણસી. 22 વર્ષની મહેનત પછી અચાનક રોજગાર છીનવાઈ જવો એ કોઈપણ વ્યક્તિને તોડી નાખવા માટે પૂરતું હતું. આવક બંધ થઈ ગઈ, પણ ઘરના ખર્ચ અને બાળકોના ભવિષ્યની ચિંતા વધી ગઈ. જ્યારે આર્થિક તંગી અને અનિશ્ચિતતાએ ઘેરો ઘાલ્યો, ત્યારે દીપકભાઈએ હાર માનવાને બદલે કંઈક નવું કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. તેઓએ વિચાર્યું કે, જો હીરા ચમકાવી શકું છું, તો મહેનત કરીને નસીબ કેમ ન ચમકાવી શકું? 8 જુલાઈ, 2024ના રોજ તેમણે સુરતમાં રત્નકલાકાર ઘૂઘરા અને નાસ્તા હાઉસની શરૂઆત કરી. નામમાં જ તેમની જૂની ઓળખ અને નવો ઉત્સાહ છલકાતો હતો. શરૂઆતમાં મૂડી ઓછી હતી અને અનુભવ પણ નવો હતો, પરંતુ ઈમાનદારી અને સ્વાદ પીરસવાની ભાવના પ્રબળ હતી. વ્યવસાયમાં આખા પરિવારની સહિયારી લડત દીપકભાઈની આ સફરમાં સૌથી મહત્વનું પાસું તેમનો પરિવાર રહ્યો છે. આ માત્ર દીપકભાઈનો વ્યવસાય નથી પણ આખા પરિવારની એક સહિયારી લડત છે. ઘરના વડીલના આશીર્વાદથી કામ શરૂ થયું. પત્નીએ રસોડાની જવાબદારી સંભાળી અને ઘૂઘરાના મસાલા અને સ્વાદમાં ઘર જેવી શુદ્ધતા જાળવી. દીકરીઓ અને ભત્રીજાઓ પણ અભ્યાસની સાથે-સાથે પેકિંગ અને ગ્રાહકોને સર્વ કરવામાં મદદ કરવા લાગ્યા. ગ્રાહકોની માંગ હોવા છતાં ગેસના અભાવે દીપકભાઈ લાચાર બની જતા હાલમાં તેમણે રત્નકલાકાર નાસ્તા હાઉસ, સ્વામિનારાયણ નગર વિભાગ 2, પુના બોમ્બે માર્કેટ રોડ, રેણુકા ભવન સામે શુભમ ક્લિનિક બાજુમાં નવી બ્રાન્ચ ચાલુ કર્યાને બે મહિના જ થયા છે ત્યાં જ એક નવી આફત આવી. હાલમાં કોમર્શિયલ ગેસ મળતા બંધ થયા છે, નાના વેપારીઓ માટે ગેસ સિલિન્ડર મળવા એક મોટો પડકાર બની ગયો છે. સમયસર ગેસ ન મળવાને કારણે ઘણીવાર દુકાન બંધ રાખવી પડતી હતી. ગ્રાહકોની માંગ હોવા છતાં ગેસના અભાવે દીપકભાઈ લાચાર બની જતા. ફૂડ બિઝનેસમાં ગેસ જીવનરેખા છે, જે નાના વેપારીઓના સપનાઓ રોળી નાખે આ સમયગાળામાં તેમણે ફરીથી ઘરેથી કામ શરૂ કરવું પડ્યું. પોતાના ઘરના ગેસના બાટલા પર ઘુઘરા બનાવવાનું કામ ચાલુ કર્યું ઘરેથી જ ઘુઘરા બનાવી બાઈક પર લઈને વેપાર કરવા માટે નીકળી પડે છે તેમણે જણાવ્યું હતું કે, ગેસ માટેની દોડધામ માનસિક અને આર્થિક રીતે થકવી દે તેવી હતી. ફૂડ બિઝનેસમાં ગેસ એ જીવનરેખા સમાન છે અને તેની અછત નાના વેપારીઓના સપનાઓ રોળી નાખે છે. મુશ્કેલીઓ તો દીપકભાઈના જીવનનો હિસ્સો બની ગઈ છે. હવે ગેસની સમસ્યા વધી ત્યારે તેમણે અટકી જવાને બદલે રસ્તો કાઢ્યો. તેમણે ખાસ ઇલેક્ટ્રિક સગડી બનાવડાવી છે અને હવે આવતીકાલથી આ સગડી પર તેઓ પોતાનું કામ ચાલુ કરશે. દીપકભાઈની આ લડાઈ માત્ર તેમની વ્યક્તિગત લડાઈ નથી. સુરત અને ગુજરાતભરમાં એવા હજારો નાના વેપારીઓ છે, જેઓ ગેસની સમસ્યાથી પોતાના ધંધામાં નુકસાની બેઠી રહ્યા છે અથવા તો બંધ કરવાની નોબત આવી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શુક્રવારે બજાર ખૂલતા જ જોરદાર વેચવાલી રહી:વૈશ્વિક તણાવ, ઓઈલ ઉછાળો અને એફઆઈઆઈ વેચવાલીથી સેન્ટિમેન્ટ નબળું
    Next Article
    Lucknow Super Giants, IPL 2026 Preview: LSG Predicted Playing XI, Strengths And Weaknesses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment