Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગામે રામનવમી નિમિત્તે યજ્ઞ યોજાયો:જામબાઈ મૈયા મંદિરે સર્વજ્ઞાતિ માટે ભોજન પ્રસાદનું આયોજન

    15 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલા આઈ જામબાઈ મૈયા શક્તિપીઠ અને જોગણી માતાના મંદિરે રામનવમી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શુક્રવારે દેસાઈ ગોવિંદભાઈ વરવાભાઈના યજમાનપદે સંપન્ન થયો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે ગોવિંદભાઈ દેસાઈ અને તેમના પુત્ર રામેશ્વર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યજ્ઞમાં આહુતિ આપી આરતી ઉતારી હતી. વિદ્વાન પંડિતો ભરતભાઈ દવે અને આશિષભાઈ મહેતા (સેવાળા) દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે દેસાઈ પરિવારો સહિત બ્રાહ્મણ, પટેલ અને અન્ય તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ ડેલિકેટ પ્રમોદભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદના નીતિનભાઈ વ્યાસ, પૂર્વ સરપંચ શૈલેષભાઈ દેસાઈ અને વિષ્ણુભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે આ મંદિરમાં વર્ષમાં બે વખત, દશેરા અને રામનવમીના પવિત્ર દિવસે, યજ્ઞનું આયોજન કરવાની પરંપરા છે.
    Click here to Read More
    Previous Article
    રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 દિવસીય 'AI વર્કશોપ'નો પ્રારંભ:ગુજરાતના 10 જિલ્લાના 100 શિક્ષકો તાલીમમાં જોડાયા, AIથી ગભરાવાની જરૂર નથી: કલેક્ટર ડો. મનીષ બંસલ
    Next Article
    Petrol, diesel excise duty cut announcement| LIVE | પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારેય વધશે જ નહીં? | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment