Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી:ખેતીવાડી વિભાગે ખેડૂતોને તૈયાર પાક સલામત સ્થળે ખસેડી લેવા અને હાલ દવા-ખાતરનો છંટકાવ ન કરવા સૂચનો કર્યાં

    13 hours ago

    સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં કરા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાતા, ખેતીવાડી વિભાગ એલર્ટ બન્યું છે અને ખેડૂતોને સાવચેતીના સૂચનો કર્યા છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને તૈયાર થયેલો પાક વરસાદ પહેલા જ સલામત સ્થળે ખસેડી દેવાની સલાહ આપી છે. આ ઉપરાંત, હાલના સમયમાં કોઈપણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો છંટકાવ ન કરવા પણ ખાસ સૂચન કરાયું છે, જેથી પાકને નુકસાન ન થાય. APMC માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલ કૃષિ ઉત્પાદનો વરસાદથી ભીંજાઈ ન જાય તે માટે જરૂરી તકેદારી રાખવા પણ સૂચનાઓ અપાઈ છે. વરસાદ અંગે સમયસર અને સચોટ માહિતી મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ 'કૃષિ પ્રગતિ' મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, 'અગમચેતી એ જ સલામતી'ના સૂત્રને ધ્યાનમાં રાખીને ખેડૂતો સમયસર તૈયારી રાખે તો સંભવિત નુકસાન ટાળી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Patna-Tatanagar Vande Bharat Express food complaint: After Railways action, IRCTC summons Amul, seeks explanation
    Next Article
    સુરતમાં ગેરકાયદે મિની પેટ્રોલ પંપનો ઝડપાયો:અછતની અફવાનો ફાયદો ઉઠાવી 77 રૂપિયા હલકી ગુણવત્તાના ડીઝલનું વેચાણ, અમરોલી પોલીસે બેને ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment