Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ગાંધીનગરમાં શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી:ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના

    12 hours ago

    ઇસ્કોન હરે કૃષ્ણ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગુરુવાર, ૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદમાં "શ્રી રામનવમી મહોત્સવ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રી રામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણ સાંભળીને તેમનું સ્મરણ કર્યું હતું. ઉત્સવના વિશેષ ભાગરૂપે, કેન્દ્રમાં અતિ સુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શ્રી સીતા રામને ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાન શ્રી રામના પવિત્ર નામનું ગાન કરતા સંકીર્તન અને પ્રાર્થના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, સૌ ભક્તોએ "શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ" (૧૦૮ નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ સાથે "શ્રી રામ તારક યજ્ઞ" કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ "શ્રી નામ રામાયણ" નું ગાન કર્યું હતું, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે. રામનવમી ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવનાર બધા દર્શનાર્થીઓ માટે અન્નદાન ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંદિર દ્વારા નિયમિત ઉત્સવો દરમિયાન આ અન્નદાન કાર્યક્રમ કરવામાં આવે છે. આ ભવ્ય મહોત્સવે આધ્યાત્મિક એકતા અને વૈશ્વિક સૌહાર્દનો શક્તિશાળી સંદેશ પ્રસારિત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    BSEB Bihar Board Class 10 Result 2026: When were matric results out in the last few years? 
    Next Article
    ગબ્બર માતાજીના ઝૂલા પર અન્નકૂટ ધરાવાયો:ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મુંબઈના જસાણી પરિવારે અર્પણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment