Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર:ધવલ પટેલ સહિત સાતને પ્રદેશ સહ પ્રવક્તાની તો બે નેતાને મીડિયા સહ ઈન્ચાર્જની જવાબદારી સોંપાઈ

    18 hours ago

    ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાઓ અને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જોની નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય સંગઠનના વ્યાપને વિસ્તૃત કરવા તેમજ રાજ્યભરમાં પાર્ટીની કામગીરીને વધુ ગતિ આપવા માટે લેવાયો હોવાનું માનવામાં આવે છે. સાત નેતાને પ્રદેશ સહ પ્રવક્તાની જવાબદારી મળી જાહેર કરાયેલા નામોમાં વલસાડમાં ધવલ પટેલ (સાંસદ), અમદાવાદમાં અશ્વિન બેન્કર, મહેસાણામાં જયરાજસિંહ પરમાર, અમદાવાદ જિલ્લાના ધનશ્યામ ગઢવી, કચ્છમાં મનજી આહીર, સુરત શહેરમાં હેમાલીબેન બોઘાવાલા તેમજ અમદાવાદમાં શ્વેતાબેન બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓને પ્રદેશ સહ પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત મીડિયા ક્ષેત્રને મજબૂત કરવા માટે અમદાવાદના ઝૂબીન આશરા અને ગાંધીનગર શહેરના કલ્પ પટેલને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક આગામી ચૂંટણી માટે મહત્ત્વની ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકને આગામી ચૂંટણી અને સંગઠન વિસ્તરણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો પાર્ટીના વિચારો અને નીતિઓને જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ગેસ અછત વચ્ચે અન્નપૂર્ણા ટ્રસ્ટની ભોજન સેવા:સિવિલ હોસ્પિટલના દર્દીઓ-સગાઓને દરરોજ મળે છે પૌષ્ટિક આહાર
    Next Article
    રાજકોટમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા યુવાનને ઈજા:સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સના સામાનમાં આગથી અફડાતફડી : 38 ગેસના બાટલા, 5 ડિઝલના કેરબા ઝપેટમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment