Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે કહ્યું- રાહુલમાં કાર્યકર જેટલી સમજ હોવી સારી વાત:હવામાં ઉડતા પી.વિજયન શું જાણે; કેરળના મુખ્યમંત્રીએ રાહુલની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા

    1 day ago

    કોંગ્રેસ પાર્ટીએ કેરળના મુખ્યમંત્રી દ્વારા રાહુલ ગાંધીની સમજણ પર સવાલ ઉઠાવવા પર સખત વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું- રાહુલ ગાંધીમાં એક કાર્યકર જેવી સમજ છે તે સારી વાત છે, કારણ કે એક કાર્યકર જમીન સાથે જોડાયેલો હોય છે. અમને આનો ગર્વ છે. જે લોકો હવામાં ઉડે છે તેઓ આ સમજી શકશે નહીં. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું હતું કે રાહુલ ગાંધી એક નેશનલ લીડર છે, છતાં તેમની પાસે એક સામાન્ય સ્થાનિક કોંગ્રેસ કાર્યકર જેટલી સમજણ પણ નથી. તેઓ પોતાના અનુભવો કે ભૂલોમાંથી શીખતા નથી. તે સમજવું મુશ્કેલ છે કે તેમની હાલત આટલી ખરાબ કેવી રીતે થઈ રહી છે . હિમંતાએ કહ્યું- આસામમાં દુશ્મનોની તાકાત ખતમ કરી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે દરાંગમાં રોડ શો કર્યો. હિમંતાએ કહ્યું- આ વખતે ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો ભાજપની તરફેણમાં આવશે. અમે રાજકીય રીતે આસામના દુશ્મનોની તાકાત સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે અને આગામી વખતે બાકી રહેલી તાકાત પણ ખતમ કરી દઈશું. આ તરફ, પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા ભાજપ મોટો ચૂંટણી દાવ રમવાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પાર્ટી એપ્રિલના પહેલા અઠવાડિયામાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી શકે છે. તેમાં પાર્ટી સરકાર બન્યાના 45 દિવસની અંદર 7મો પગાર પંચ લાગુ કરવા અને બાકી મોંઘવારી ભથ્થા (DA)ની ચુકવણીનું વચન આપી શકે છે. વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ 56% DA મળી રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્ય કર્મચારીઓને લગભગ 22% જ મળી રહ્યું છે. આના કારણે રાજ્યમાં મમતા સરકાર વિરુદ્ધ અસંતોષ પ્રવર્તી રહ્યો છે. 5 ચૂંટણી રાજ્યો સંબંધિત ગઈકાલના 3 મોટા અપડેટ્સ પાંચેય રાજ્યોમાં ચૂંટણીના અન્ય મોટા અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીના ભાવ ગગડ્યા:સોનું ₹2,500, ચાંદી ₹9 હજાર ઘટી; ઈરાન યુદ્ધથી 28 દિવસમાં સોનું ₹15 હજાર સસ્તું, ચાંદી ₹41 હજાર નીચે આવી
    Next Article
    "આદિવાસી ગઢમાં 'આપ'નો હુંકાર:AAP આવશે તો ગુજરાતમાં દરેકને 10 લાખનો વીમો મળશે- અરવિંદ કેજરીવાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment