Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રઝળતા પશુનો આતંક:એસીસી રોડ પર બાઇક ચાલક પાછળ રઝળતા પશુએ દોટ મૂકી હુમલો કર્યો

    10 hours ago

    પોરબંદર શહેરમાં રઝળતા પશુનો આતંકનો વધુ એક ઘટના સામે આવી છે.શહેરના એસીસી રોડ પર બાઇક લઈને પસાર થતા એક યુવાન પાછળ રઝળતા ઢોરે દોટ મૂકી હુમલો કર્યો હતો.આ હુમલામાં બાઈકમાં સવાર યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં રઝળતા ઢોરનો આતંક વધી રહ્યો છે.રઝળતા પશુઓ અવાર નવાર સ્થાનિકો તેમજ વાહનચાલકો પર હુમલા કરતા હોવાની ઘટના સામે આવે છે. પોરબંદરના એસીસી રોડ પર બાઇક લઈને પસાર થતા એક યુવાન પાછળ એક રઝળતા ઢોરે દોટ મૂકી હુમલો કર્યો હતો. આ હુમલામાં બાઈકમાં સવાર અને એસીસી કોલોનીમાં રહેતા અને એરપોર્ટ માં ફાયર વિભાગમાં ફરજ બજાવતા થાનકી નીતિનભાઈ નામના યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવાને ઢોરથી બચવા 10 મિનિટ બાઇક ચલાવી એસીસી રોડ પર બાઇક લઈને પસાર થતા એક યુવાન પાછળ રઝળતા ઢોરે પાછળ દોડી હુમલો કર્યો હતો ત્યારે આ યુવાને બાઇક પાછળ દોડતા રઝળતા પશુથી બચવા બાઇકને રોડ પરથી નીચે ઉતારી 5 થી 10 મિનિટ સુધી બાઇક ચલાવી હતી તેમછતાં પશુએ પીછો ન મુક્યો હતો અને હુમલો કરી દીધો હતો.આ ઢોર ઉપરાંત 2 કૂતરાએ પણ પીછો કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી LCBની ટીમે ધાડનો ભેદ ઉકેલ્યો:મોડાસામાં લૂંટ કરનાર એમપીનો શખ્સ ઝબ્બે
    Next Article
    US Deploys Uncrewed Drone Boats In Conflict With Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment