Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ મહિલાના કાન તોડી સોનાના કાંપની લૂંટ:રાજપરા ખારાગામે રાત્રે ઓસરીમાં સૂતા વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટ, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ

    9 hours ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે સિમાડે આવેલી વાડીના મકાનની બહાર ખુલ્લી ઓસરીમાં રાત્રીના વૃદ્ધ દંપતી ખાટલા ઢાળીને સુતુ હતું તે વેળાએ મોડી રાત્રિના ચાર શખ્સો મોઢે રૂમાલ બાંધીને ત્રાટકી વૃદ્ધ મહિલાનું મોઢુ દબાવી દઈ તેઓએ કાનમાં પહેરેલા સોનાના કાપ આંચકી લૂંટ ચલાવી અધારામાં નાસી છુટયા હતા. બનાવના પગલે ઘોઘા પોલીસે 4 અજણાયા શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે મલાડ વાડી વિસ્તારમાં રહેતા બાલુબેન સાંમતભાઈ દિહોર ઉ.વ 60 એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રિના તેઓ અને તેના પતિ સાંમતભાઈ રવજીભાઈ દિહોરા બન્ને વાળુપાણી કરી વાડીએ મકાનની બહાર ખુલ્લી ઓસરીમાં આજુબાજુમાં ખાટલા રાખી સુતા હતા તે વેળાએ મોડી રાત્રિના દોઢેક વાગ્યાના અરસા દરમિયાન ચાર શખ્સ મોઢે રુમાલ બાંધી તેઓની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી તેનું ગોદડુ ખેંચતા તેઓએ જાગી જઈ દેકારો કરતા એક શખ્સે તેનું મોંઢુ દબાવી દઈ બીજાએ તેના કાનમાં પહેરેલા સોનાના બે કાંપ આંચકી તેનો કાન તોડી નાખી ઈજા કરી સોનાના બે કાપ જે 7.740 ગ્રામ જેની કિ.93,500 ની લૂંટ ચલાવી હતી. તે દરમિયાન તેઓના પતિ જાગી જતા અને દેકારો કરતા ચારેય શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. બનાવના પગલે વૃદ્ધ દંપતીને બે દિકરા, દિયર સહિતનો પરિવાર અને ગ્રામ જનો દોડી આવ્યા હતા. જે ફરિયાદના અનુસંધાને ઘોઘા પોલીસે ચાર અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 309(6), 329(3), મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | Dehradun: Medical student found dead in car, canula attached to arm; FIR filed after father blames HOD
    Next Article
    Iran Mobilises Over 1 Million Fighters For Possible Ground War With US: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment