Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મહિલાના નિધન ચક્ષુદાન કરાયું:આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના 'પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ' સંકલ્પને લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી સાકાર કરાયો

    9 hours ago

    વડોદરાના માંજલપુરમાં રહેતા સરજુબેન પટેલના નિધન બાદ તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના "ભારત દેશ બને પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ" સંકલ્પને પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આચાર્ય મહારાજે ૨૦૧૨માં જૂનાગઢ ખાતે યોજાયેલા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં આ અભિયાનને વેગ આપ્યો હતો. તે સમયે ગુજરાતના 22000 હરિભક્તોએ ચક્ષુદાન માટે અને 332 હરિભક્તોએ દેહદાન માટે સંકલ્પ લીધો હતો. વડોદરા શહેર અને જિલ્લામાંથી 7000થી વધુ લોકોએ ચક્ષુદાન અને આઠ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. સરજુબેન પ્રવીણકાંત પટેલે પણ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તેમના નિધન બાદ, તેમના પુત્ર રાકેશભાઈ પટેલે શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી માતાના આ સંકલ્પને પૂર્ણ કર્યો. તેમના ચક્ષુઓનું દાન ડો. ઈન્દુમતી ટી. પટેલ આઈબેંકમાં કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી અત્યાર સુધીમાં 17 હરિભક્તોના ચક્ષુના દાન કરાવવામાં આવ્યા છે. આ પુણ્ય કાર્ય દ્વારા કુલ 34 લોકોને નવી દ્રષ્ટિ મળી છે. આ ઉપરાંત, એક હરિભક્તે દેહદાન કરીને પોતાનું શરીર મેડિકલ કોલેજને અર્પણ કર્યું હતું. મંડળના પ્રમુખ અરુણભાઈ પટેલના જણાવ્યા અનુસાર, મંડળ દ્વારા વધુમાં વધુ લોકો ચક્ષુદાન અને દેહદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજમાં આ અંગે જાગૃતિ લાવવા માટે મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    Shubman Gill joins the list of critics for Impact Player rule in IPL: ‘Takes the skill out of the game’
    Next Article
    Royal Challengers Bengaluru Full Schedule, IPL 2026: Date, Time, Venue Of RCB's Matches

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment