Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળામાં પાણીનું બાષ્પીભવન અટકાવવા વૈજ્ઞાનિક અભિગમ:ડિંડોલીનું છઠ સરોવર હવે બારે મહિના પાણીથી છલકાશે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ પડતો મૂકાયા બાદ નવી યોજના તૈયાર

    8 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને લેક સિટી બનાવવાની દિશામાં અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના વિવિધ ઝોનમાં નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે કરોડોના ખર્ચે લેક ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે. જોકે, આ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટી મર્યાદા એ જોવા મળી રહી છે કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મોટાભાગના તળાવોના પાણી સુકાઈ જાય છે અને મેદાનમાં ફેરવાઈ જાય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ રૂપે, મનપા પ્રશાસને હવે ડિંડોલી સ્થિત પ્રસિદ્ધ 'છઠ સરોવર'ને બારે મહિના પાણીથી ભરેલું રાખવા માટે કમર કસી છે. શહેરનો પ્રથમ 'ફ્લોટિંગ સોલાર પેનલ' પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા છઠ સરોવરમાં શહેરનો પ્રથમ 'ફ્લોટિંગ સોલાર પેનલ' પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવાનો અને સાથે જ તળાવના પાણીનું બાષ્પીભવન અટકાવવાનો હતો. જોકે, તાજેતરમાં આવેલા ફિઝિબિલિટી રિપોર્ટમાં આ પ્રોજેક્ટ માટેના ટેકનિકલ પાસાઓ નકારાત્મક જણાતા તંત્રએ આ યોજનાને હાલ પૂરતી પડતી મૂકી છે. પ્રોજેક્ટ રદ થતા હવે પાલિકાએ સરોવરના સૌંદર્યીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તળાવની ભૌગોલિક સ્થિતિ અને પાણીની સપાટી જાળવી રાખવામાં આવતી મુશ્કેલીઓને કારણે સોલાર પેનલ્સ બેસાડવી આર્થિક અને ટેક્નિકલ રીતે વ્યવહારુ જણાતી નહોતી. આ પ્રોજેક્ટ રદ થતા હવે પાલિકાએ સરોવરના સૌંદર્યીકરણ અને જળ સંગ્રહ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય અને બિહારી સમાજના લોકો વસવાટ કરે છે. આ સમુદાય માટે છઠ સરોવર માત્ર એક તળાવ નથી, પરંતુ આસ્થાનું મોટું કેન્દ્ર છે. દર વર્ષે છઠ પૂજાના પવિત્ર પર્વ પર અહીં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે. ચોમાસામાં છલકાતું આ સરોવર માર્ચમાં સુકાવા લાગે છે ચોમાસામાં છલકાતું આ સરોવર માર્ચ મહિનો આવતા જ સુકાવા લાગે છે. મે અને જૂન મહિનામાં તો સ્થિતિ એવી સર્જાય છે કે, સરોવરમાં પાણીનું ટીપું પણ જોવા મળતું નથી. આને કારણે સ્થાનિક પર્યાવરણ પર તો અસર પડે જ છે, પરંતુ સાથે સાથે ગાર્ડનની મુલાકાતે આવતા લોકોમાં પણ નિરાશા જોવા મળે છે. લિંબાયત ઝોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે આ સરોવરને બારે મહિના જીવંત રાખવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં જ એક સ્પેશિયલાઈઝ્ડ કન્સલ્ટન્સી ફર્મની નિમણૂંક કરવામાં આવશે. આ કન્સલ્ટન્ટમાં જમીનમાં ઉતરેલા પાણીના સ્તરને કેવી રીતે વધારવું? સાથે નજીકના ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ કરી શકાય કે કેમ? તેમજ નેચરલ શેડિંગ અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા પાણીને સુકાતું કેવી રીતે બચાવવું? અને તળાવની સંગ્રહ ક્ષમતા વધારવા માટે જરૂરી ખોદકામ જેવા પાસાનો અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શહેરમાં 20થી વધુ તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે સુરતના વરાછા, કતારગામ અને અડાજણ જેવા વિસ્તારોમાં પણ લેક ગાર્ડન બનેલા છે. મનપાના આંકડા મુજબ શહેરમાં 20થી વધુ તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ, જાળવણીના અભાવે અને કુદરતી સ્ત્રોતો સુકાઈ જવાથી આ 'લેક ગાર્ડન' માત્ર 'ગાર્ડન' બનીને રહી ગયા છે. છઠ સરોવરનો આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ રહેશે, તો આગામી સમયમાં શહેરના અન્ય તળાવોમાં પણ આ જ મોડલ લાગુ કરવામાં આવશે. ડિંડોલીના રહીશોએ પાલિકાના આ નિર્ણયને વધાવ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો સરોવરમાં બારે મહિના પાણી રહેશે, તો આસપાસના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને પક્ષીઓની સંખ્યામાં પણ વધારો થશે. ખાસ કરીને છઠ પૂજા વખતે પાણીની તંગીને કારણે જે કૃત્રિમ વ્યવસ્થા કરવી પડે છે, તેનાથી મુક્તિ મળશે. મનપા દ્વારા આગામી 15 થી 20 દિવસમાં કન્સલ્ટન્સીના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટ આવ્યા બાદ અંદાજિત ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવશે અને ઉનાળો પૂરો થાય તે પહેલા જ સરોવરના રિપેરીંગ અને વોટર મેનેજમેન્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશ-CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ પલટી, 9 મોત:30થી વધુ ઘાયલ; એકનો હાથ કપાઈને અલગ, છિંદવાડા પાસે અકસ્માત
    Next Article
    Bengal Polls Battle Between Fear Of Trinamool, Trust In BJP: Nitin Nabin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment