Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુતિન બોલ્યા- ઈરાન યુદ્ધથી કોવિડ જેવી સ્થિતિનો ખતરો:જેઓ યુદ્ધ લડી રહ્યા છે, તેમને પણ તેની અસરનો અંદાજ નથી

    1 day ago

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાન યુદ્ધ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધથી COVID મહામારી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામોનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જે દેશો આ યુદ્ધમાં સામેલ છે, તેમને પણ તેની અસરનો અંદાજ નથી. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષની અસર આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન પર પડી રહી છે. આ સાથે ઓઇલ-ગેસ, ધાતુ અને ખાતર ક્ષેત્રની કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. ઈરાનની હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર હુમલાની ધમકી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બાદ હવે બાબ અલ-મંદેબ પર હુમલાની ધમકી આપી છે. ઈરાને કહ્યું કે તે ખાર્ગ આઇલેન્ડ પર હુમલો સહન કરશે નહીં. જો તેના ટાપુઓ પર હુમલો થાય છે, તો તે બાબ અલ-મંદેબ સ્ટ્રેટને બંધ કરી શકે છે. બાબ અલ-મંદેબ યમનની દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે, જ્યાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો હાજર છે. અહીંથી પસાર થઈને જહાજો સુએઝ નહેર તરફ જાય છે. વિશ્વના દરિયાઈ ઓઈલનો લગભગ 10% હિસ્સો બાબ અલ-મંદેબમાંથી પસાર થાય છે, જે લાલ સમુદ્ર અને અદનના અખાતને જોડે છે. આ વિશ્વનો ચોથો સૌથી મોટો શિપિંગ રૂટ છે. ખાસ વાત એ છે કે આફ્રિકી દેશ જિબૂતીમાં આવેલું અમેરિકી મિલિટરી બેઝ આ સ્ટ્રેટથી માત્ર 30 કિમી દૂર છે. જો બાબ અલ-મંદેબમાં પણ અવરોધ આવે છે, તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ વધુ વધી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમને ઈરાનના સુપ્રીમ લીડર બનવાનો પ્રસ્તાવ મળ્યો હતો. પરંતુ તેમણે આ પ્રસ્તાવને ફગાવી દીધો. રિપબ્લિકન ફંડરેઝરમાં બોલતા ટ્રમ્પે કહ્યું- ઇતિહાસમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપ્રમુખ એવા રહ્યા નહી હોય જેમને ઈરાનના નેતા બનવામાં આટલી ઓછી રુચિ હોય. તેમણે કહ્યું, 'અમે તમને આગામી સુપ્રીમ લીડર બનાવવા માંગીએ છીએ.' પણ મેં કહ્યું, 'થેન્ક્યૂ, હું તેવું નથી ઇચ્છતો. ટ્રમ્પે ફરીથી અમેરિકાની જીતનો દાવો કર્યો. તેમણે કહ્યું કે પડદા પાછળ ઈરાન સાથે વાટાઘાટો ચાલી રહી છે અને ઈરાની સરકાર યુદ્ધવિરામ ઇચ્છે છે પરંતુ દબાણના ડરથી તે ખુલ્લેઆમ કહી શકતી નથી. જોકે, ઈરાને આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે કોઈ વાતચીત થઈ રહી નથી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    IPLના સેકન્ડ ફેઝનું શેડ્યૂલ જાહેર:13 એપ્રિલથી 24 મે સુધી 50 મેચ, 8 ડબલ હેડર; કુલ 74 મેચ જ રમાશે, જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
    Next Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:ભગવંત માને કહ્યું-કોંગ્રેસ અને ભાજપ બન્ને મળીને છેલ્લા 30 વર્ષથી ગુજરાતને લૂંટી રહ્યા છેઃ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment