Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં ઝાપડા દાદાની રમેલ યોજાઈ:વિવિધ ગામોના ભુવાજીઓએ લોકદેવીઓનું આવાહન કરી આશીર્વાદ આપ્યા

    1 week ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે બુધવારે રાત્રે શ્રી ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ ગામોના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઝાપડા દાદા અને અન્ય લોકદેવીઓનું આવાહન કરીને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા. ડેરીવાસમાં ઠાકોર પરિવાર દ્વારા શ્રી બ્રહ્માણી માતા, શ્રી મેલડી માતા, શ્રી ગોગા મહારાજ અને શ્રી ઝાપડા દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે. નાગજીભાઈ ડાહયાજીના પરિવારે આ ઝાપડા દાદાની રમેલનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માણી માતાના ભુવાજી રમેશજી અને ગાંડાજી, મેલડી માતાના ભુવાજી નરસિંહજી, ગોગા મહારાજના ભુવાજી વજેસંગજી, તેમજ ગામના વિહત માતાના ભુવાજી દિનેશભાઈ ખટાણા સહિત અનેક ભુવાજીઓ હાજર રહ્યા હતા. તેમણે વિવિધ શક્તિઓનું આવાહન કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓને સુખ-શાંતિ અને કુશળ ક્ષેમના આશીર્વાદ પાઠવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવાર દ્વારા બહારગામથી પધારેલા ભુવાજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસકર્મીઓની નોકરી 8 કલાકની કરવા પાટીલની ભલામણ, બેડરૂમનો દરવાજો લોક થઈ જતા 2 વર્ષનું બાળક ફસાયું
    Next Article
    प्रोफेसर ने क्लासरूम में मेडिकल छात्रा को किया प्रपोज, लड़की ने चप्पलों से पीटा, हुआ जबरदस्त हंगामा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment