Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર પોલીસ તંત્રમાં મોટુ રિશફલિંગ:રાજ્યના પાટનગરના અનુભવી પોલીસ ઈન્સ્પેકટરોની અન્ય જિલ્લામાં વિદાય, સુરત-અમદાવાદથી નવા અધિકારીઓની એન્ટ્રી

    8 hours ago

    ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.જેની સીધી અસર ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેક પીઆઈને હવે રાજ્યના અન્ય મહત્વના શહેરો અને જિલ્લાઓમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ફેરબદલને પગલે પાટનગરના પોલીસ મથકોમાં ટૂંક સમયમાં નવા ચહેરાઓ કાર્યભાર સંભાળતા જોવા મળશે. ગાંધીનગર જિલ્લામાંથી વિદાય લેનારા અધિકારીઓની વિગતવાર યાદી ગાંધીનગરથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ઓડેદરાની સુરત ગ્રામ્ય, જે.પી.જાડેજાની અમદાવાદ સીટી, આર.જે. સિસોદિયાની SCRB, ડી. ડી. ચૌધરીની સીઆઈડી ક્રાઈમ, ડી. બી. ભુરા અને એસ.આર. મૂછાળની નાગરિક સંરક્ષક દળ અમદાવાદ, પી. બી. ચૌહાણ ની ડીજીપી કચેરી, ડી. બી. ડાભીની તાલીમ, આર.આર. પરમારની અમરેલી, ઉન્નતિ પટેલની રા. અ.પો.તા.કેન્દ્ર સોરઠ, એસ. એ. ડાભીની આદિજાતિ વિકાસ, કે. બી. સાંખલાની ડાંગ, રાકેશ ડામોરની મહેસાણા, એ એસ. અસારી અને બી. બી. ગોયલની સાયબર એક્સલન્સ, જી.કે. ભરવાડની નાગરિક સંરક્ષણ અમદાવાદ, વી. આર. ખેરની અમદાવાદ સીટી, એસ.એસ.દેસાઈની પંચમહાલ, પી. જે.ચુડાસમાની ભરૂચ બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર હવે નવા અધિકારીઓની નિયુક્તિ આમ, હવે ગાંધીનગરમાં મહત્વની કામગીરી બજાવનારા આ અધિકારીઓની વિદાયથી જિલ્લા પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર હવે નવા પ્રતિભાશાળી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.ગાંધીનગર આવનાર પોલીસ ઈન્સ્પેકટરોમાં CID ક્રાઈમમાંથી વી. એ. શાહ, અમદાવાદથી એમ.આર. તબિયર, કરાઈ થી આર. વી. તબિયાડ, ઇન્ટેલિજસમાંથી એન. જી. બારોટ, કચ્છથી એચ.એસ. સોલંકી, બોટાદથી એ. જી. સોલંકી, પોરબંદરથી વી. પી. પરમાર, વલસાડથી એમ.પી. પટેલ, વડોદરાથી વી. એસ. પટેલ, એન. એમ. સોલંકી, સુરતથી એ. એસ. ચૌહાણ ,અમદાવાદથી એચ. એન. પટેલ અને CID ક્રાઈમથી એસ. જી. દેસાઈનો સમાવેશ છે. આગામી દિવસોમાં કયા અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવે તેના પર સૌની નજર ગાંધીનગરમાં નવા આવનારા અધિકારીઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પીઆઈનો સમાવેશ થાય છે. આ નવા અધિકારીઓના આગમનથી ગાંધીનગર જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને ખાસ કરીને પાટનગરની સુરક્ષા વ્યવસ્થામાં નવો વળાંક આવવાની શક્યતા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી જૂના સ્થળેથી છૂટા થઈને નવા નિમણૂક પામેલા જિલ્લાઓમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર એ રાજ્યનું વડુંમથક હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સંવેદનશીલ ગણાય છે ત્યારે નવા આવેલા અધિકારીઓ માટે સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના ટ્રેન્ડને સમજીને કામગીરી કરવી એ એક મોટો પડકાર બની રહેશે. આગામી દિવસોમાં આ અધિકારીઓને કયા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા સુધી રામનામની ગુંજ:7 અખાડા, 15 ટ્રેકટર અને 12 ઉંટ લારી સાથે શોભાયાત્રા દરિયાપુર દરવાજાથી વાડીગામ તરફ આગળ વધી
    Next Article
    Maharashtra announces June 21 TET exam date for all in-service teachers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment