Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોનાલિસાના બેડ ટચના આરોપ પર ડિરેક્ટરનો ખુલાસો:સનોજ મિશ્રાએ મહાકુંભ ગર્લને જેહાદીની જાળમાં ફસાયેલી ગણાવી, કહ્યું- 'તેને ખાસ બનાવી એ જ મારી ભૂલ'

    1 day ago

    પ્રયાગરાજ મહાકુંભ મેળાથી વાયરલ થયેલી મોનાલિસા ભોંસલેએ તાજેતરમાં તેને બોલિવૂડમાં બ્રેક આપનાર ડિરેક્ટર સનોજ મિશ્રા પર માનસિક ઉત્પીડન અને ખોટી રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. હવે આ અંગે ડિરેક્ટર સનોજ મિશ્રાએ પ્રતિક્રિયા આપી છે. 'મારી ખોટી જીદે મારા જ હાથ બાળી નાખ્યા' ડિરેક્ટરે બુધવારે વીડિયો જાહેર કરીને કહ્યું કે, 'સામાન્યને ખાસ બનાવવાની મારી ખોટી જીદે મારા જ હાથ બાળી નાખ્યા. જોકે, મને એટલો અફસોસ નથી, કારણ કે મેં એક સાર્થક અને પ્રામાણિક પ્રયાસ કર્યો હતો.' તેમણે કહ્યું, ‘જેહાદીઓના જાળમાં ફસાયેલી મોનાલિસાને ટ્રેનિંગ આપીને આરોપો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો આખો પરિવાર માતા, બહેન, પિતા જય સિંહ સહિત તમામ સનાતની લોકો મારી સાથે છે. લવ-જેહાદની લડાઈ અટકશે નહીં. આ કોઈ પહેલીવાર નથી, જ્યારે મારા ચારિત્ર્ય પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય. દર વખતે લોકો બેનકાબ થયા છે. આ વખતે પણ થશે.’ 'જેહાદીઓ સાથે કેરળની ખ્રિસ્તી મિશનરી જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે' મોનાલિસાના આરોપોના 24 કલાક પછી, સનોજ મિશ્રાએ બુધવારે એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, 'છેલ્લા ઘણા દિવસોથી મોનાલિસાનો જે લવ જેહાદનો મામલો બન્યો. ત્યારબાદ મેં પીડિત પરિવાર સાથે લવ જેહાદ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું.' 'દેશભરમાં તેની ઘણી પ્રશંસા થઈ, પરંતુ હવે મામલો બદલાતો જઈ રહ્યો છે. મારી વિરુદ્ધ જેહાદીઓ સાથે-સાથે કેરળની ખ્રિસ્તી મિશનરી પણ જોઈન્ટ ઓપરેશન કરી રહી છે. તે છોકરીને સમજાવી-પટાવીને સોશિયલ મીડિયા પર અર્થહીન વાતો કરાવવામાં આવી રહી છે.' 'જિહાદીઓ સામે માથું નહીં નમાવું' તેમણે કહ્યું, 'આજે હું તે પિતાની પીડાને અનુભવી રહ્યો છું, જેના માટે મોનાલિસાએ કહ્યું કે, તે માણસથી તેને જીવનો ખતરો છે. મારી ફિલ્મના ટ્રેલર લોન્ચ થયા પછી જ આ બધું કરવામાં આવી રહ્યું છે, પરંતુ હું જેહાદીઓ સામે માથું નહીં નમાવું. આવનારા સમયમાં મારી સાથે, મારા પરિવાર સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે, તેથી હું તમારી સામે વીડિયો દ્વારા આવ્યો છું.' 'મારી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે' તેમણે કહ્યું કે, 'આપ સૌનો સાથ જોઈશે. મારી માતા ખૂબ બીમાર છે. તમારો સાથ મારી તાકાત બનશે. આ આખું પ્રકરણ સનાતનને બદનામ કરવા અને હિંદુ-મુસ્લિમ લગ્નને સફળ બતાવવા માટે ઘડવામાં આવ્યું છે, પરંતુ જનતા જાણે છે કે, આ બધું ખોટું છે.' મોનાલિસાના પિતા બોલ્યા- 'ક્યારેય ફરિયાદ કરી નથી' જ્યારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મોનાલિસાના પિતા જયસિંહ ભોંસલેએ પણ આરોપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે, 'શૂટિંગ દરમિયાન હું અને મારો પરિવાર 24 કલાક મોનાલિસા સાથે હતા. સનોજ મિશ્રા તેને પોતાની દીકરીની જેમ માને છે. સનોજ અમારી મદદ કરી રહ્યા છે, તેથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.' તેમણે દીકરીને અપીલ કરી કે કોઈના દબાણમાં આવીને ખોટા આરોપો ન લગાવે. શું છે આખો મામલો? મોનાલિસાએ મંગળવારે ડિરેક્ટર સનોજ મિશ્રા પર ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ના શૂટિંગ દરમિયાન ખોટી રીતે સ્પર્શ કરવાના આરોપો લગાવ્યાં હતાં. કેરળના કોચીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'સનોજ મિશ્રા સારો માણસ નથી. તેણે મને 10 વાર ખોટી રીતે સ્પર્શ કર્યો. પરિવારે પણ મારો સાથ આપ્યો નહીં. કહેવામાં આવ્યું કે આ તારી પહેલી ફિલ્મ છે. શું પહેલી ફિલ્મ માટે રેપ કરાવશો?' મોનાલિસાએ કેરળ, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર સરકાર પાસેથી સુરક્ષા માંગી મોનાલિસાએ કેન્દ્ર સરકારની સાથે કેરળ અને મધ્ય પ્રદેશ સરકાર પાસેથી મદદ માંગી હતી. તેણે કહ્યું હતું કે, તેને અને તેના પતિ ફરમાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેના પોસ્ટર સળગાવવામાં આવી રહ્યા છે. ડિરેક્ટર તેમના વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. તે આવા વ્યક્તિ સાથે કામ કરવા માંગતી નથી. 'પતિથી અલગ કરી, તો બંને આત્મહત્યા કરી લેશું' મોનાલિસાએ કહ્યું, 'મારા પતિ વિરુદ્ધ લગ્નને લઈને ખોટા આરોપો ન લગાવવામાં આવે. અમે બંનેએ મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં છે. ડિરેક્ટર અમારા લગ્નને લવ જેહાદ કહી રહ્યા છે. સમાજમાં તણાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો મને મારા પતિથી અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો અમે બંને આત્મહત્યા કરી લઈશું.' 'ડિરેક્ટર મને આતંકવાદી કહી રહ્યો છે' ફરમાને પણ આરોપ લગાવ્યો કે, ડિરેક્ટર તેને આતંકવાદી કહી રહ્યો છે. મુસ્લિમ પરિવારમાં જન્મ લેવા અને તેનું નામ ફરમાન ખાન હોવાને કારણે તેના પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તે શ્રીનારાયણ ગુરુમાં વિશ્વાસ રાખે છે. તેણે તે જ એક મંદિરમાં લગ્ન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Nasa reveals detailed map of Earth’s seafloor using space-based technology
    Next Article
    ઈરાનની હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર હુમલાની ધમકી:કહ્યું- ખાર્ગ આઇલેન્ડ પર એટેક સહન નહીં કરવામાં આવે; અમેરિકી મિલિટરી બેઝ અહીંથી 30 કિમી દૂર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment