Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર વિરુદ્ધ લગ્ન કર્યા, અંતે બે દીકરાની માને મોત મળ્યું:નાનપણમાં સગાઈ, વર્ષ બાદ લગ્નનું કહેતાં કોર્ટ મેરેજ કર્યા; પતિએ અન્ય સ્ત્રીને ઘરમાં બેસાડવા કાટો કાઢી નાખ્યો

    11 hours ago

    ભાવનગર જિલ્લાના વરતેજ વિસ્તારમાં ઘરેલુ કંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઈને પત્ની સાથે સતત વિવાદ ચાલતો હતો. પત્નીએ બીજી સ્ત્રીને ઘરમાં રાખવાનો વિરોધ કરતા તણાવ વધ્યો હતો. ગત 19 માર્ચના રોજ સવારના સમયે પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં પરિણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. કોર્ટ મેરેજ બાદ પરિવારે દીકરી સાથે સંબંધ તોડી નાખ્યો આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં સિહોરના મઢડા ગામે રહેતા જોરસંગભાઈ દેહાભાઈ ડોડીયાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરી અલ્પાની નાનપણથી જ વરતેજ ખાતે રહેતા અર્જુન કાળુભાઈ પરમાર સાથે સગાઈ નક્કી કરાઈ હતી. લગ્નનો સમય નજીક આવતા અર્જુન અને તેના પરિવારજનોએ ઉતાવળ દર્શાવી હતી, પરંતુ અલ્પાના પરિવાર તરફથી એક વર્ષ બાદ લગ્ન કરવાની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન અલ્પા અને અર્જુન ઘરેથી જતા રહ્યા હતા અને 26/9/2016ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા, ત્યારથી અલ્પા સાસરીયામાં રહેતી હતી અને તેને બે દીકરા છે. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાથી અલ્પા સાથે માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યોએ કોઈ સંબંધ રાખ્યો ન હતો. મૃતકે ભાઈને મળીને પોતાની આપવીતી જણાવી હતી ગત 8 માર્ચ, 2026ના રોજ વરતેજ ખાતે આવેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન અલ્પાએ તેના ભાઈઓને મળીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેના પતિ અર્જુનને બીજી યુવતી સાથે લફરું છે અને તે યુવતીને ઘરમાં બેસાડવાની વાત કરે છે, જેના વિરોધમાં બોલતા તે તેને મારપીટ કરે છે. તેને પિયરમાં કોઈનો સહારો નથી અને તે બાળકો સાથે ક્યાં જાય? તેવો પ્રશ્ન ઉભો થયો છે. અર્જુન બીજી સ્ત્રી સાથે ભાવનગરમાં રહે છે અને ક્યારેક-ક્યારેક ઘરે આવતો હતો અને અલ્પાને ઘરખર્ચ માટે પૈસા આપતો નથી. તે પોતે સાડીમાં ટીકા ભરીને પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવે છે, જેના કારણે તે ખૂબ જ તણાવમાં અને દુઃખી જીવન જીવતી હતી. સાસરીવાળાએ હાર્ટ-એટેકથી મોત થયાનું ફોન પર જણાવ્યું ત્યારબાદ 19 માર્ચના રોજ બપોરે જોરસંગભાઈને તેમના ભત્રીજા મુનેશનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવાયું હતું કે, વરતેજથી તેમના જમાઈ તરફથી જાણ કરવામાં આવી છે કે, અલ્પાનું અવસાન થયું છે અને સાસરીયાઓ દ્વારા હાર્ટ-એટેકનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. અલ્પાના પરિવારને શંકા થતા પોસ્ટમોર્ટમ બાદ જ અંતિમવિધિ કરવાની માંગણી કરી હતી. વરતેજ સરકારી દવાખાને પહોંચ્યા બાદ અલ્પાના મૃતદેહ પર ગળા અને શરીરના ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ મૃતદેહને સર ટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે, કોઇ વસ્તુથી અલ્પાનુ ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. આ હકીકત સામે આવતા વરતેજ પોલીસે પતિ અર્જુનસિંહ કાળુભાઈ પરમાર વિરુદ્ધ BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિએ નેચરલ ડેથ થઈ હોવાનું કહ્યું, પણ અમને શંકા હતીઃ ASP આ બનાવ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે, ગત 20 માર્ચના રોજ સીએચસી વરતેજથી અમને જાણવા મળ્યું હતું કે અર્જુનસિંહ પોતાની ધર્મપત્ની અલ્પાબેનની ડેડ બોડી લઈને આવ્યો છે અને તે એવું ક્લેમ કરી રહ્યો છે કે તેની નેચરલ ડેથ થઈ છે, પણ આ શંકાસ્પદ ડેથ હતી. ત્યારબાદ તેને સર ટી હોસ્પિટલ રવાના કરવામાં આવી. ત્યાં પણ ઇન્ક્વેસ્ટ અને બાકી ફોરેન્સિકના સંલગ્ન અને પ્રથમ દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું કે, આ શંકાસ્પદ છે. એટલા માટે પેનલ પીએમ કરાવવા માટે અમે આગળ લખ્યું હતું. અમને પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, હોમિસાઇડ છે અને તેને સંજ્ઞાનમાં લઈને પોલીસે આમાં મર્ડરનો કેસ દાખલ કર્યો છે અને અત્યારે આગળ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- કેરળમાં ભાજપ-LDF પાર્ટનર, બંનેની નીતિઓ એક:ચૂંટણી પંચે આસામમાં 9 થી 29 એપ્રિલ સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો
    Next Article
    નારણપુરામાં ચૈત્રી નવરાત્રી પાટોત્સવની ઉજવણી:સત્સંગ સંધ્યામાં માતૃશક્તિની બહેનોએ ગરબા ગાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment