Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્કર એવોર્ડસ:બધા ફિલ્મી એવોર્ડસ અને તેની લોકપ્રિયતા-ઓળખનો ભીષ્મ પિતામહ

    8 hours ago

    વર્ષો પહેલાં બોલિવૂડની દંતકથા સમાન અભિનેત્રી રેખાનો વાંચેલો એક ઇન્ટરવ્યૂ યાદ આવે છે. એ ઇન્ટરવ્યૂમાં રેખાએ ખૂબ મૌલિક એક વાત કરી હતી એવોર્ડસ વિશે "ફિલ્મના કે કોઇપણ ક્ષેત્રના કલાકારો, સર્જકો વ્યક્તિગત જિંદગીમાં ખૂબ અસલામતી અનુભવતા હોય છે. એમને મળતા એવોર્ડસ કે સન્માન એ અસલામતી સામે એક જાતનું કવચ પૂરું પાડે છે!" આ વિધાન કદાચ સાચું હોઇ પણ શકે અને કદાચ અતિશયોક્તિ પણ હોઇ શકે પણ વાતમાં દમ તો છે અને તેની પુષ્ટિ બોલિવૂડ એવોર્ડસ કે હોલિવૂડના એવોર્ડસ માટે રચાતા કહેવાતા કાવાદાવા, એને મળતું માઇલેજ, ચર્ચાઓ, એવોર્ડ સંભારભના મોટા થતાં જતાં સ્કેલ વગેરે વગેરે છે. ઓસ્કર મેળવવો એ કોઇપણ કલાકારનું સપનું હોય છે એમાંય વૈશ્વિકરણ સાથે દુનિયાના કોઇપણ દેશની ફિલ્મ, રિમોટ કન્ટ્રોલનું બટન દબાવો એટલી દૂર છે ત્યારે ગ્રેમી, એમી, ઓસ્કર જેવા દુનિયાભરની પ્રતિભાને ઓળખ અને સન્માન આપતા એવોર્ડસનો દબદબો વધી ગયો છે. એમાં પણ ઓસ્કર એવોર્ડ્સ મેળવવો એ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, ટૂંકી ફિલ્મ જેવા માધ્યમો સાથે સંકળાયેલા દુનિયાના કોઇપણ કલાકાર માટે જિંદગીનું એક અતિ મહત્વનું સપનું હોય છે. અને આ સપનું કેમ ના હોય? ઓસ્કર એવોર્ડસ જેને સત્તાવાર રીતે Academy Awards કહેવામાં આવે છે, એ ફક્ત હોલિવૂડ નહીં પણ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારોમાં એક છે. દર વર્ષે Academy of Motion Picture Arts and Sciences (AMPAS) દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ કે જે ઓસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખાય છે એ સોનાના રંગની એવી પ્રતિમા છે જેને હાથમાં લઇને બાથરૂમના અરીસા સામે ઓસ્કર સ્પીચ આપવાનું રિહર્સલ વિશ્વના દરેક કલાકારે એક વખત જિંદગીમાં કર્યું હોય છે. ઓસ્કરનો રસપ્રદ ઇતિહાસ 1929માં જેનો પહેલો એવોર્ડ વિતરણ સમારોહ Hollywood Roosevelt Hotel ખાતે યોજાયો એના નામની પણ અજબ ગજબ કહાની છે. 1931માં એક લાયબ્રેરિયન (માર્ગારેટ હેરિક) એ ટિપ્પણી કરી કે ઓસ્કર એવોર્ડની આ પ્રતિમા તેના કાકા ઓસ્કર જેવી લાગે છે અને તેના પરથી આ નામ 1939માં એકેડેમી દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું. દુનિયાભરના લોકો જેને જોતાં જ ઓળખી જાય છે એ સેડ્રિક ગિબન્સ દ્વારા ડિઝાઇન કરાયેલી ઓસ્કરની ટ્રોફી 13.5 ઇંચ ઊંચી અને 8.5 પાઉન્ડ વજનની છે અને આ ટ્રોફી ફિલ્મ સાથે સંકળાયેલા કોઇના જીવનમાં પણ અગત્યનું વજન ધરાવે છે. વોલ્ટ ડિઝનીએ 22 વખત એવોર્ડ જીત્યો 1929થી અપાતા આ એકેડેમી એવોર્ડસ અથવા ઓસ્કરનો ઇતિહાસ અનેક અવનવી, ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને બનાવોનો સાક્ષી રહ્યો છે. જેમ કે બાળકો જ નહીં મોટેરાઓમાં પણ અમર થઇ ગયેલા ડિઝની મૂવીના વોલ્ટ ડિઝનીએ 22 વખત ઓસ્કર એવોર્ડ જીતીને તોડી ના શકાય એવો રેકોર્ડ બનાવ્યો છે. રિટર્ન ઓફ ધ કિંગ સૌથી વધુ ઓસ્કર જીતવાનો રેકોર્ડ ધરાવે છે. જેમાં તેને મળેલા 11 નોમિનેશનમાંથી 11 એ 11 એવોર્ડસ જીતે છે. ટાટમ ઓ'નીલને ફક્ત 10 વર્ષની ઉંમરે પેપર મૂન (1974) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. છતાં ઓસ્કરનો ઇતિહાસ પણ અમેરિકન રંગભેદના ઇતિહાસની જેમ સોનામાં લોઢાની મેખ જેવી કેટલીક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. જેમકે હેટી મેક ડેનિયલ ઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા (1940) પરંતુ તેમને જે હોટેલમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો ત્યાં એક અલગ ટેબલ પર બેસવાની ફરજ પડી. પણ ત્યાર પછીનો ઇતિહાસ અસંખ્ય અશ્વેત કલાકારોને મળેલા ઓસ્કર માન સન્માનથી ભરેલો છે. 2010માં ધ હર્ટ લોકર માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર કેથરિન બિગેલો જે પ્રથમ મહિલા દિગ્દર્શક હતી ત્યારથી ઓસ્કર 2025માં આપણી પોતાની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એવૉર્ડ નોમિનેશન માટે સ્ટેજ પર આવે ત્યાં સુધી ઘણી બધી ચડતી પડતી અને વાદ વિવાદો જોયા છે. જેના પર એક અલાયદો લેખ થઇ શકે. ભારતીય કલાકારોએ ઓસ્કરમાં ડંકો વગાડ્યો આજે જે ઓસ્કર સમારોહ સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ સાથે ભવ્ય રીતે ઉજવાય છે અને લાખો લોકો તેને ઉત્સાહપૂર્વક જુએ છે એ ઓસ્કરમાં અનેક કેટેગરી હોય છે. જેમ કે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વગેરે. ઓસ્કર એવોર્ડસ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે નવી પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ફિલ્મોની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ઉપરાંત ઓસ્કર જીતવાથી ફિલ્મોની લોકપ્રિયતા અને વ્યાપારિક સફળતા પણ વધે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે આ એવોર્ડસ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. જેમ કે આપણા સત્યજિત રે થી શરુ કરીને એ.આર.રહેમાન, પાયલ કાપડિયા, ભાનુ અથૈયા ઉપરાંત બીજા ઘણા ભારતીય મૂળના કલાકારોને આ એવોર્ડ મેળવ્યા પછી દુનિયા ઓળખતી થઇ છે. અને હવે સમય એવો આવ્યો છે કે ઓસ્કર સમારોહ માત્ર એવોર્ડ વિતરણ સુધી સીમિત નથી. તેમાં ફેશન, રેડ કાર્પેટ, સામાજિક મુદ્દાઓ અને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના ટ્રેન્ડ્સ પણ જોવા મળે છે. બોલિવૂડના કોઇપણ એવોર્ડ સમારોહમાં એક યા બીજા કારણોસર હાજર નહીં રહેતા અને કોઇપણ એવોર્ડ નહીં સ્વીકારતા, સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ એમના દ્વારા અભિનીત અને નિર્મિત ફિલ્મ લગાનને ઓસ્કર મળે એ માટે ખૂબ બધું લોબિંગ, પ્રચાર કરે એ એકેડેમી એવોર્ડસ ઓસ્કરની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાબિત કરે છે! સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિક ઓસ્કર ટ્રોફી જેને Oscar statuette કહેવામાં આવે છે. સોનાના રંગની પ્રતિમા છે જેમાં એક યોદ્ધા ફિલ્મ રીલ પર ઊભો હોય છે. આ ટ્રોફી ફિલ્મ જગતમાં સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે. કોઇપણ અભિનેતા અથવા ફિલ્મ નિર્માતા માટે ઓસ્કર જીતવું તેમની કારકિર્દીનું મોટું સપનું ગણાય છે. વર્ષોથી ઘણા પ્રસિદ્ધ કલાકારોએ ઓસ્કર જીત્યા છે. જેમ કે મેરિલ સ્ટ્રીપ, લિયોનાર્દો દ કેપ્રિયો, કેથરિન હેપબર્ન. આ કલાકારો તેમના ઉત્તમ અભિનય અને ફિલ્મોમાં આપેલા યોગદાન માટે જાણીતા છે. ઓસ્કર એવોર્ડસ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે નવી પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ફિલ્મોની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ઓસ્કર જીતવાથી ફિલ્મોની લોકપ્રિયતા અને વ્યાપારિક સફળતા પણ વધે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે આ એવોર્ડસ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
    Click here to Read More
    Previous Article
    India Raises Climate Ambition: 47% Emissions Cut, 60% Clean Energy By 2035
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 7 LIVE Updates: Ranveer Singh races into Rs 1000 cr club in first week; breaks Pushpa 2 BO records

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment