Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામોમાં હવન:માતાનામઢ અને ભુજ આશાપુરા મંદિરે હવનમાં બીડું હોમાયું

    3 days ago

    કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વના સાતમા નોરતે બુધવારે રાત્રે 8.30 કલાકે હોમ હવનની ધાર્મિક વિઘી સાથે મોડી રાત્રે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું. યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નવ કલાકે માં આશાપુરાજી પૂજન અર્ચન સાથે યજ્ઞ વિધિ પ્રારંભ થયા બાદ મોડી રાત્રે બેડું આવ્યું હતું. જેમાં જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તેમજ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારીયા, મયુરસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ઢોલ શરણાઈના નાદ સાથે રાત્રે જાગીર અધ્યક્ષ દ્વારા મા આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે આરતી ઉતારવામાં આવી હતી. ભુજ આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે વિવિધ વિધિઓ યોજાઈ રહી છે. સાતમના પવિત્ર દિવસે રાત્રે 9:30 કલાકે રાજકોષી પૂજા સાથે હવન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય આચાર્ય નિકુંજભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવાઇ હતી. સહાયક આચાર્ય તરીકે મિતેશભાઈ જાની અને દિવ્ય ત્રિવેદીએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. જયઘોષ વચ્ચે પૂજારી જનાર્દન પી. દવેના હસ્તે બીડું હોમાયું હતું. પૂજન વિધિ દરમિયાન પૂજારી કવચ અને મારુત દવે પણ સેવા માટે હાજર રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે કચ્છની મહારાણી પ્રીતિ દેવીએ કચ્છવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    સંઘવીએ કોની મિમિક્રી કરી?:ઠંડા ગોળા પેટમાં ગયા ને ‘ગરમ વાતો’ બહાર આવી; IAS હારિત શુક્લાએ મંત્રીનું નામ બોલવામાં ભૂલ કરી, જુઓ VIDEO
    Next Article
    ઘનકચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ છતા સી.ડી. ટ્રાન્સપોર્ટને 10 મહિનાનું એક્સટેન્શન:213 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો હતો, 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટનની જગ્યાએ ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment