Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પતિ પ્રમોશન લઈને બીજા શહેરમાં જતા રહ્યા':'નોકરીથી લઈને બાળકીની જવાબદારી સુધીનો ભાર હવે સહન નથી થતો'; જાણો એકલતાનો સામનો કેવી રીતે કરશો

    8 hours ago

    પ્રશ્ન: હું ઇન્દોરમાં રહું છું. મારા લગ્નને 9 વર્ષ થયા છે. અમારી એક દીકરી છે, જે પહેલા ધોરણમાં ભણે છે. અમે બંને નોકરી કરીએ છીએ. 2 મહિના પહેલા પતિને પ્રમોશન મળ્યું, જેથી તેઓ જબલપુર જતા રહ્યા. હું નહોતી ઇચ્છતી કે તેઓ પ્રમોશન માટે શહેર છોડે. મારા માટે અમે બંને સાથે હોઈએ તે વધુ જરૂરી હતું. પરંતુ તેઓ ન માન્યા. હવે હું સાવ એકલી પડી ગઈ છું. ઘર-નોકરી-દીકરીની જવાબદારીઓ એકલી સંભાળી રહી છું. હું ખૂબ જ હતાશ થઈ રહી છું. શું કરું? નિષ્ણાત: ડૉ. જયા સુકુલ, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, નોઇડા જવાબ: સૌ પ્રથમ તો આભાર. તમે તમારી પરેશાનીને આટલી સ્પષ્ટ રીતે લખી છે. ઘણી વાર જીવનમાં એવા વળાંકો આવે છે, જ્યાં મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. જો કોઈ નિર્ણયની અસર આખા પરિવાર પર પડે, તો તે વધુ મુશ્કેલ હોય છે. તમે એક મજબૂત મહિલા છો, જે ઘર, નોકરી અને દીકરીની જવાબદારી એકસાથે સંભાળી રહ્યા છો. જો પતિ બીજા શહેરમાં ગયા હોય અને તમને તેમનો સાથ ન મળી રહ્યો હોય, તો હતાશા થવી સામાન્ય છે. ચાલો તમારી પરિસ્થિતિને સમજીએ અને સાથે મળીને કોઈ રસ્તો શોધીએ. તમે અને તમારા પતિ બંને સાચા છો તમારી પરિસ્થિતિ એવી છે, જ્યાં કોઈ ખોટું નથી. તમારા પતિ પ્રમોશન લઈને આગળ વધવા માંગે છે, જે કારકિર્દી માટે જરૂરી છે. જીવનમાં પૈસા કમાવવા, પરિવારની સુખાકારી માટે વિચારવું આ બધું સાચું છે. કાલે તમારી બાળકી મોટી થશે, તેના ભણતરના ખર્ચ વધશે, પરિવારના ઘણા સપના પૂરા કરવા પડશે. આ માટે તેમનું પ્રમોશન લેવું જરૂરી છે. જોકે, તમારો મુદ્દો પણ માન્ય છે. તમે એકલા પડી રહ્યા છો. નોકરીની સાથે ઘર અને દીકરીની સંભાળ એકલા કરવી પડી રહી છે. આવા સમયે થાક અને હતાશા થઈ શકે છે. આવા સમયે જો મનમાં એવી લાગણી ઘર કરી જાય કે 'તેઓ મારી પરવા નથી કરતા અથવા તેઓ સ્વાર્થી છે,' તો આ સંબંધ માટે ખતરનાક છે. આપણે સમજવું પડશે કે, બંને પોતપોતાની જગ્યાએ સાચા છે. સમસ્યા નિર્ણયમાં નથી, પરંતુ ‘કમ્યુનિકેશન ગેપ’ (વાતચીતના અભાવ)માં છે. હવે તમારે પતિના નિર્ણય પર અટવાવાને બદલે વર્તમાન સ્થિતિ પર વાત કરવી જોઈએ. આમાં સૌથી પહેલો પડકાર છે, ‘લોંગ ડિસ્ટન્સ મેરેજ.’ લોંગ ડિસ્ટન્સ મેરેજમાં છે આ પડકારો તમારા પતિ પ્રમોશન લઈને બીજા શહેરમાં જતા રહ્યા છે એટલે કે તમે લોંગ ડિસ્ટન્સ મેરેજમાં છો. આના પોતાના કેટલાક પડકારો છે. બધા પડકારો ગ્રાફિકમાં જોઈએ- તમને આ પડકારોનો સામનો કરતી વખતે હતાશા થઈ શકે છે, નાની-નાની બાબતો પર ગુસ્સો આવી શકે છે. લોંગ ડિસ્ટન્સ મેરેજની સાઇકોલોજિકલ અસરો પાર્ટનર દૂર જાય ત્યારે એકલતા અને ચીડિયાપણું અનુભવાઈ શકે છે. આ ઉપરાંત, ઘરની પરિસ્થિતિઓનો એકલા સામનો કરવાથી શારીરિક-માનસિક થાક લાગી શકે છે. તમે આખો દિવસ નોકરી કરો છો, સાંજે ઘરે આવીને દીકરીનું હોમવર્ક, રસોઈ બનાવવી- આ બધું તમને બ્રેકડાઉનની અણી પર લાવી શકે છે. સાઇકોલોજીમાં તેને ‘ઇમોશનલ બર્નઆઉટ’ કહેવાય છે. તેની તમામ સાઇકોલોજિકલ (મનોવૈજ્ઞાનિક) અસરો ગ્રાફિકમાં જોઈએ- વાતચીત જ સમસ્યાનો ઉકેલ હવે એ સમજીએ કે, આવી સ્થિતિમાં પતિ તમને કેટલો સાથ આપી રહ્યા છે. તેમના નિર્ણયમાં કોઈ સમસ્યા નથી. જોવાનું એ છે કે, તેઓ આ પરિસ્થિતિનો તમારી સાથે મળીને કેવી રીતે સામનો કરે છે. તેઓ પ્રમોશન લઈને બીજા શહેરમાં ગયા છે, આ નિર્ણય પણ ક્યાંક ને ક્યાંક પરિવાર માટે જ છે. પરંતુ જો તેઓ તમારી લાગણીઓને અવગણી રહ્યા છે, અથવા વાત કરી રહ્યા નથી, તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. તમારા પ્રશ્ન પરથી લાગે છે કે, બંને વચ્ચે ફક્ત વાતચીતનો અભાવ છે. આવી સ્થિતિમાં, સાથે બેસીને વાતચીત કરવી અને વચ્ચેનો રસ્તો કાઢવો જ શ્રેષ્ઠ છે. વચલો રસ્તો કાઢો આ માટે શ્રેષ્ઠ છે કે, વીકએન્ડ પર સમય કાઢીને સાથે બેસો અને આ વિશે ખૂલીને વાત કરો. તમે તમારી લાગણીઓ શેર કરો. પતિને સ્પષ્ટપણે કહો, 'હું થાકી જાઉં છું, એકલા બધું સંભાળવું મુશ્કેલ છે. મને તમારી મદદ જોઈએ છે.' ઘણી વાર મહિલાઓ વિચારે છે કે, પાર્ટનર પોતે જ સમજી જશે, પરંતુ આવું થતું નથી. તમારે ખૂલીને તમારી વાત કહેવી પડશે અને મદદ માંગવી પડશે. શારીરિક મદદ માટે શું કરવું? જો તમે એકલા ઘર સંભાળી રહ્યા છો, તો થાકથી બચવા માટે મદદ લો. ઘરના કામ માટે હાઉસ-હેલ્પ રાખો. બાળકીને ટ્યુશન અપાવો અને પ્લે ગ્રુપ જોઈન કરાવો. ઘરની સફાઈ માટે માસિક ક્લિનિંગ સર્વિસ લો. આનાથી તમને થોડી રાહત મળશે. ઘરનું મેનેજમેન્ટ પણ બરાબર થશે. ગ્રાફિકથી સમજીએ- ભાવનાત્મક સપોર્ટ પણ જરૂરી પતિ દૂર રહેતા હોય, ત્યારે ભાવનાત્મક સપોર્ટની વધુ જરૂરિયાત અનુભવાય છે. જોકે, તેઓ બીજા શહેરમાં રહીને પણ તમને સપોર્ટ કરી શકે છે. આ માટે- એકલતાનો સામનો કેવી રીતે કરવો? તેના માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો- બાળક પર આ પરિસ્થિતિની અસર ન થવા દો તમારી દીકરી હજુ નાની છે, તેને માતા-પિતા બંનેની જરૂર છે. પતિને કહો કે તે વીડિયો કૉલથી હોમવર્કમાં મદદ કરે. તમે પણ સકારાત્મક રહો, જેથી બાળકી ખુશ રહે. જો તે તેના પિતાને યાદ કરે છે, તો સાથે ફોટો જુઓ, વાતો શેર કરો. જો નકારાત્મકતા હાવી થાય તો શું કરવું? મનમાં નકારાત્મક વિચારો વધુ આવવા લાગે, જેમ કે- આવી સ્થિતિમાં તરત વાત કરો. તેને અંદર દબાવી રાખવાથી સમસ્યા વધશે. યાદ રાખો, આ સ્થિતિ ટેમ્પરરી હોઈ શકે છે. ઘણા કપલ્સ લોંગ ડિસ્ટન્સમાં ખુશ રહે છે, બસ કમ્યુનિકેશન સ્ટ્રોંગ હોવું જોઈએ. છેલ્લી વાત અંતમાં હું એટલું જ કહીશ કે, પોતાને દોષ ન આપો. તમે મજબૂત છો, આ તબક્કો પસાર થઈ જશે. પતિને કહો કે તમને સપોર્ટ જોઈએ છે, અને તેઓ આપશે. સંબંધ બંનેની સમજણથી ચાલે છે. તમે એક પ્રેમાળ માતા અને પત્ની છો. આ સ્થિતિ તમને વધુ મજબૂત બનાવશે. બાળકી માટે તમે રોલ મોડેલ છો. તમે એકલા નથી, લાખો મહિલાઓ આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને જીતે છે.
    Click here to Read More
    Previous Article
    War in West Asia: Why Pakistan’s peacemaker role is filled with landmines
    Next Article
    ઉનાળાની અગનઝાળમાં શરીરને 'કૂલ' કેવી રીતે રાખવું?:બેસ્ટ 10 સમર ફ્રૂટ્સ અમૃત સમાન, જાણો 11 સ્વાસ્થ્ય લાભો, ખાવાનો યોગ્ય સમય અને રીત

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment